________________
શ્રી જિનેન્દ્ર જીવન જયોત દર્શન : ૫૧ (૮) મહાસેન (૯) સુગ્રીવ (૧૦) દરથ (૧૧) વિષ્ણુ (૧૨) વસુપુજ્ય (૧૩) કૃતવર્મા (૧૪) સિંહસેન (૧૫) ભાનુ (૧૬) વિશ્વસેન (૧૭) સુર (૧૮) સુદર્શન (૧૯) કુંભ (૨૦) સુમિત્ર (૨૧) વિજય (૨૨) સમુદ્રવિજય (૨૩) અશ્વસેન (૨૪) સિધ્ધાર્થ
માતાગતિ-સ્થાનક-૩૧ અડ જિનવર માતા મોક્ષમાં સુખશાતા, અડ જિનવર ખ્યાતા સ્વર્ગ ત્રીજે વિખ્યાતા; અડ જિનપજનેતા નાક માહેન્દ્ર યાતા, સવિજિનવર નેતા શાશ્વતા સુખદાતા.
(વીરરસુતિ પદ્મવિજય) શ્રી ઋષભદેવથી શ્રી ચંદ્રપ્રભુ સુધીના આઠ ભગવંતોના માતા મિક્ષે ગયા છે. શ્રી સુવિધિનાથથી શ્રી શાંતિનાથ સુધીના આઠ ભગવંતોના માતા સનતકુમાર દેવલોકમાં ગયા છે અને શ્રી કુંથુનાથથી શ્રી મહાવીરસ્વામી સુધીના આઠ ભગવંતેના માતા માહેદ્ર દેવલોકમાં ગયાં છે. પાઠાંતર શ્રી મહાવીર ભગવાનના માતા બારમા દેવલોકે ગયા છે.
પિતાગતિ સ્થાનક-કર શ્રી ઋષભદેવના પિતા નાભિરાજા નાગકુમાર દેવલોકમાં ગયા છે. શ્રી અજીતનાથથી શ્રી ચંદ્રપ્રભુ સુધીના સાત ભગવંતના પિતા ઈશાન દેવલોકમાં ગયા છે. શ્રી સુવિધિનાથથી શ્રી શાંતિનાથ સુધીના આઠ ભગવંતના પિતાઓ સનતકુમાર દેવલોકમાં ગયા છે. શ્રી કુંથુનાથથી મહાવીર રવામી સુધીના આઠ ભગવંતના પિતા મહેન્દ્ર દેવલોકમાં ગયા છે.
પાઠાંતર: શ્રી મહાવીર સ્વામી ભગવંતના માતા પિતા ત્રિશલા માતા અને સિદ્ધાર્થ રાજા બારમા દેવલો કે ગયા છે.
શ્રી મહાવીર સ્વામી ભગવાનના પ્રથમ માતા પિતા દેવાનંદ તથા ઋષભદત્તવિપ્ર મોક્ષે ગયા છે.
દિ કુમારિકાઓના સ્થાન સ્થાનક-૩૩ દિગ કુમારિકા-દિશાદેવીઓ. દિગ-કુમારીકાદેવીઓ શ્રી જિન-જન્મ થતાં પ્રભુના જન્મસમયે પ્રભુના જન્મસ્થળે આવે છે અને જન્મ પ્રસંગનું કાર્યક્રમબદ્ધ અને મુકરર રીત મુજબનું અતિવિવેક અને ઉલ્લાસપૂર્વક કરે છે. તે દિશા-દેવીઓના સ્થાન. *
મેરૂ પર્વત નીચે ચાર ગજદંત પર્વત ઉપર દરેક ઉપર બે-બે ભુવન મળી દિગ-કુમારી દેવીઓના આઠ-ભુવન આવેલા છે. મેરૂ પર્વતના નંદનવનમાં આઠફૂટગિરિના શિખર ઉપર દિગુ કુમારી દેવીઓને આઠ ભુવન છે, રૂચક પિની ચારે દિશામાં ચાર ચક ગિરિ ઉપર પ્રત્યેક ગિરિ ઉપર આઠ આઠ મળી દિગૂ કુમારી દેવીઓના ૩૨ ભુવન છે. રૂચક ગિરિના મધ્યભાગમાં દિગુ કુમારી દેવીઓના ચાર ભુવન છે અને રૂચક ગિરિની ચારે વિદિશાઓમાં દિગૂ કુમાર દેવીઓના ચાર ભુવન છે.
એ રીતે પદ ભુવન સ્થાનમાંથી દિગુ કુમારિકા દેવીએ શ્રી જિન જન્મ સમયે અતિ ઊલટ-ભર શ્રી જિન જન્મ સ્થળે આવી ભક્તિપૂર્વક સૂતિકા-સુચીકર્મ કાર્ય કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org