________________
: ૮ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન - જે જિન-જીવ સ્વર્ગમાંથી આવે તે જિન–માતા સ્વપ્નમાં દેવવિમાન દેખે છે અને જે જિન જીવ નરક ગતિમાંથી આવેલ હોય તે જિનમાતા સ્વપ્નમાં ભુવન (પ્રાસાદ) દેખે છે. એથી સર્વ વને ગર્ભ સાથે સંબંધિત હોવાની સ્પષ્ટ સાબિતી મળે છે.
વિશેષમાં શ્રી ઋષભદેવ ભગવાનની માતાએ પ્રથમ સ્વપ્નમાં વૃષભ દેખેલ છે. શ્રી અજીતનાથની માતાએ પ્રથમ સ્વપ્નમાં હાથી દેખેલ છે, અને શ્રી મહાવીર ભગવંતની માતાએ પ્રથમ સ્વપ્ન સિંહ દેખેલ છે. શેષ જિન-માતાઓએ સ્વાને દર્શાવેલ ક્રમ માફક દેખેલ છે.
વાત પિત્ત, કે કફના પ્રકોપથી, ક્રોધાદિ કષાયોની કાષાયિક પ્રકૃતિથી, રોગ કે આઘાતના પ્રત્યાઘાતથી અથવા ઉપાધિના ઉધાનેથી અને વેદનાના વલોપાતથી આવતા સ્વપ્ન જે કેવળ ભ્રમણારૂપ અથવા તો પોતાના વિચારોના પ્રતિબીંબરૂપ હોય છે તે પ્રકારના આ સ્વપ્ન નથી. આ સ્વપ્ન તે ગર્ભના પ્રભાવ અને ગર્ભની ઉત્તમતાની આગાહી રૂપે, કુદરત નિશ્ચિત નિયમિતતાના આધારે, ભાવિના શુભ સંકેતેની સૂચના આપતા, કુદરતી શુભ પરિબળોથી ભરેલા તથા ગર્ભના શુભ પુન્ય પ્રભાવે ઉત્પન્ન થતાં શુભ સ્વપ્ન-સંકેત છે. આ સ્વપ્ન મનની નબળાઈ કે લાગણીઓના પડઘારૂપ નથી પણ ભાવિસુચનની સમ્યગૂ પ્રતીતિ રૂપ છે.
ઉત્તમ જીવની માતાઓ ઉત્તમ જીવ કુક્ષીમાં આવતાં, તે જીવની ઉત્તમતાને અંગે આ રીતે વપ્ન સંકેત પામે છે જેનું વર્ણન અનેક રીતે અનેક ગ્રંથોમાં મળે છે.
શ્રી જિનેશ્વરદેવ અને ચકવતીની માતાઓ ગર્ભના પ્રભાવે ૧૪ સ્વપ્ન દેખે છે. શ્રી જિન –માતા શુધ્ધ અને સ્પષ્ટ સ્વપ્ન દેખે છે અને ચક્રવતીની માતા જરા ઝાંખા ચૌદ સ્વપ્ન દેખે છે. વાસુદેવાની માતા સાત સ્વપ્ન દેખે છે. બળદેવની માતા ચાર સ્વપ્ન દેખે છે. પ્રતિવાસુદેવની માતા ત્રણ અને માંડલીક રાજાઓની માતા ગજાદિ ગમે તે એક સ્વપ્ન દેખે છે. ઉત્તમ પુરુષોની માતા પણ આ રીતના એકાદ ઉત્તમ સ્વપ્ન જોઈને જાગૃત થાય છે.
સ્વપ્ન વિચારણું સ્થાનક–૧૯ શ્રી ઋષભદેવ ભગવાનની માતા મારૂદેવી માતાએ ગર્ભ પ્રભાવે જોયેલ ચૌદસ્વપ્નને ફલાદેશ પ્રભુજીના પિતાશ્રી નાભિરાજા અને ઇન્દ્ર દ્વારા વર્ણવાએલ છે, કારણ કે તે કાળમાં સ્વશાસ્ત્ર આદિ શાસ્ત્રોનું નિરૂપણ થયું ન હતું. શેષ ૨૩ જિન–માતાઓએ જોયેલ સ્વપ્નના પ્રભાવ અને અર્થ સબંધી વિચાર તેમના પિતા અને સ્વપ્ન શાસ્ત્રના રહસ્ય જાણનાર નિપુણ પંડિતોએ કરેલ છે.
સ્વપ્ન વિચારમાં જણાવેલા ઉત્તમ પુરુષોના આગતિ સ્થાન આગતિ આવવું. અગાઉને ભવ કે જ્યાંથી જીવ અહીં આવે છે તે પૂર્વભવને આગતિ. સ્થાન કહેવાય છે.
જિન-ભગવંતના આગતિસ્થાન- પેલી, બીજી, ત્રીજી, નારક તથા દેવ વિમાને છે. ચક્રવતીના આગતિસ્થાન- પેલી નરક ભવનપતિ વ્યંતર જ્યોતિષી અને વૈમાનિક દેવક છે.
વાસુદેવના આગતિસ્થાન – પેલી, બીજી નારક,૧૨ દેવલોક અને શૈવેયક છે. બળદેવના આગતિસ્થાન – પ્રથમ બેનરક ભવનપતિ, વ્યંતર જ્યોતિષી અને વૈમાનિક દેવલોક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org