________________
શ્રી જિનેન્દ્ર જીવન જયોત દર્શન : ૩ અને ભવિષ્યકાળની ચાવીશીના પિલા ભગવાનની કલ્યાણક તિથિઓ તે વર્તમાન ચોવીશીન. ચોવીશમાં ભગવાનની કલ્યાણક તિથિઓ હોય છે. કલ્યાણક તિથિઓના આ કમને પશ્વાસુપૂવકમ કહેવાય છે.
યવન નક્ષત્ર સ્થાનક-૧૫
વીશે ભગવતના વન નક્ષત્ર અનુક્રમે (૧) ઉત્તરાષાઢા (૨) રહિણી (૩) મૃગશિર્ષ (૪) પુનર્વસુ (૫) મહા (૬) ચિત્રા (૭) વિશાખા (૮) અનુરાધા (૯) મૂળ (૧૦) પૂર્વાષાઢા (૧૧) શ્રવણ (૧૨) શતભિષા (૧૩) ઉત્તર ભાદ્રપદ્ર (૧૪) રેવતી (૧૫) પુષ્ય (૧૬) ભરણી (૧૭) કૃતિકા (૧૮) રેવતી (૧૯) અશ્વિની (૨૦) શ્રવણ (૨૧) અશ્વિની (૨૨) ચિત્રા (૨૩) વિશાખા (૨૪) ઉત્તરાફાલ્ગની.
યવન રાશી સ્થાનક-૧૬, ચિવશે તીર્થકર ભગવંતની વ્યવન રાશી અનુક્રમે (૧) ધન (૨) વૃષભ (૩) મીથુન (૪) મીથુન (૫) સિંહ (૬) કન્યા (૭) તુલા (૮) વૃશ્ચિક (૯) ધન (૧૦) ધન (૧૧) મકર (૧૨) કુંભ (૧૩) મીન (૧૪)મીન (૧૫) કર્ક (૧૬) મેપ (૧૭) વૃષભ (૧૮) મીન (૧૯) મેષ (૨૦) મકર (૨૧) મેષ (૨૨) કન્યા (૨૩) તુલા (૨૪) કન્યા પાઠાંતર:(૧૭) વૃશ્ચિક
યવન સમય સ્થાનક–૧૭ એવી ભગવંતો તથા સર્વ અરિહંત ભગવંતને ચ્યવન સમય મધ્યરાત્રિનો હોય છે.
વર્તમાન ચોવીશીના શ્રી ઋષભાદિ ચોવીશે જિદ્રો સબંઘી યવન માસ, પક્ષ, તિથી નક્ષત્ર અને રાશી જે રીતે જણાવ્યા છે તે જ રીતે પાંચ ભારત અને પાંચ એરવત ક્ષેત્રોમાં વર્તમાન ચોવીશીના સર્વ જિદ્રોના યવન, માસ-પક્ષ તિથિ, નક્ષત્ર અને રાશી સરખાં જ જાણવા.
સ્વપ્ન પ્રકાર સ્થાનક-૧૮ સ્વપ્ન શાસ્ત્રમાં સ્વપ્નના ૭૨ પ્રકાર જણાવ્યા છે તેમાં ૪ર અશુભ પ્રકારના અને ૩૦ સ્વાન શુભ પ્રકારના કહ્યા છે. તે ૩૦ શુભ પ્રકારના સ્વપ્નમાંથી સર્વ જિનમાતા શુભ ચૌદ સુપન દેખે છે.
શ્રી જિન ભગવંતે આત્મા પૂર્વ-ભવથી રચવી માતાની કુક્ષીમાં ગર્ભપણે ઉત્પન્ન થતાં સર્વ-જિન-માતા ચૌદ સ્વપ્ન દેખે છે તે સ્વપ્નો નીચે મુજબ હોય છે. (૧) હાથી (૨) વૃષભ (૩) સિંહ (૪) અભિષેક યુક્ત લક્ષ્મી (૫) પુષ્પમાળા ૬) ચંદ્ર (૭) સૂર્ય (૮) ધ્વજ (૯) કુંભ (૧૦) પદમસરોવર (૧૧) ક્ષીરસમુદ્ર (૧૨) દેવવિમાન (૧૩) રત્નરાશી (૧૪) નિધૂમ-અગ્નિ
દરેક જિનમાતા ગર્ભના પ્રભાવથી અને ભાવિના શુભ સંકેતથી ઉપર્યુક્ત ચૌદ સ્વપ્નો સ્પષ્ટ અને શુધ્ધ રીતે અર્ધનિદ્રાવસ્થામાં દખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org