________________
ભાગ ત્રીજો એમ કહે છે કે આત્મામાં જ્યારે કમને બંધ થાય છે, એ જ વખતે ભાવકને અનુભવ થઈ જાય છે. તથા કમને જે અબાધાકાળ હૈય છે એ જ દ્રવ્યકમ કહેવાય છે. શું આ કથન માન્ય કરવા જેવું છે?
ઉત્તર : કર્મને પુદ્ગલને દ્રવ્યકર્મ કહે છે અને ઉદયમાં આવેલ કર્મોને ભાવકર્મ કહે છે. અર્થાત્ બંધ પડયા પછી જ્યાં સુધી જે કમને ઉદય ન હોય ત્યાં સુધી તે દ્રવ્યકર્મ રહે છે. ઉદયમાં આવેલાને (જેનું ફળ આપવું ચાલુ જ છે તેને) ભાવકર્મ કહે છે. ભાવકર્મ વગર દ્રવ્યકર્મને આત્મા સાથે સંબંધ હોઈ શકતું જ નથી. અબાધાકાળ પછી દ્રવ્યકર્મોનો ઉદય થવાથી આત્માન કષાય તથા ગરૂપ ભાવેને જ “ભાવકર્મ' કહે છે. અનુભવ તે ખાસ ભાવકર્મોને જ થાય છે. દ્રવ્યકર્મોને થતો નથી.
પ્રશ્ન-૧૫૫ : જે ચક્રવતિના પુણ્ય કરતાં દેવતાઓના પુણ્ય વિશેષ હોય તે પછી દેવો તેમની સેવા માં કેમ રહે છે ? તથા તેમની સેવામાં કયા દેવો રહે છે?
ઉત્તર : જેવી રીતે તિર્યંચગતિની અપેક્ષાએ મનુષ્યગતિને ઉંચી માની છે, તથાપિ કોઈ ઘેડા, હાથી વગેરેની સેવા કરનારા મનુષ્ય હોય છે. એવી જ રીતે શારીરિક બળ વગેરેની અપેક્ષાએ દેના પુણ્ય વધારે હોવા છતાં એશ્વર્યાવંતની અપેક્ષાએ ચક્રવર્તિના પુન્ય વધારે હોવાથી દેવ તેમની સેવા કરે છે.
ચાર જાતિના દેવમાંથી ચક્રવર્તિની સેવા કરનાર વ્યંતર દેવે હોય છે. આ વાત શ્રી જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિ સૂત્રના મૂળપાઠમાં તેમજ ટીકામાં આપેલ છે.
પ્રશ્ન-૧પ૯૬ : ભવનપતિમાં ઉત્તર દિશાના અસુરકુમાર તથા દક્ષિણ દિશાના અસર કુમાર એવી રીતે દેખાડયા છે, તો ત્યાં તે દિશા આપણે કેવી રીતે સમજી શકીએ? તથા દિશાઓનું પ્રમાણ કયા સ્થળથી લેવામાં આવ્યું છે ?
ઉત્તર : જંબુદ્વિપ સંબંધી મેરૂ પર્વતના રુચક પ્રદેશોથી દક્ષિણ, ઉત્તર વગેરે દિશાઓનું માપ (ભવનપતિ આદિ દેવાનું) સમજી લેવું. અર્થાત્ જીવોને માટે દક્ષિણ, ઉત્તર, પૂર્વ વગેરેનું માપ જંબુદ્વિપના મેરુપર્વતથી છે.
પ્રશ્ન-૧પ૭ : તિર્યંચ સમુઈિમ પંચેન્દ્રિયના જળચર આદિ પાંચેય ભેદ અઢીદ્વિપની અંદર છે કે બહાર?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org