________________
નમ્ર નિવેદન
છેલ્લા કેટલાક દાયકાથી આપણા સ્થાનકવાસી જૈન સમાજમાં ધર્મ પ્રત્યે રૂચિ અને જાગૃતિ ઉદ્ભવતી દષ્ટિગોચર થાય છે, એમ સર્વેને વિદિત થતું હતું એ થતું હશે જ, જે સમાજના સદ્ભાગ્ય છે.
સંકેત ૧ આપણું આબાલ વૃદ્ધ બધા ચાતુર્માસ દરમ્યાન નાની મોટી તપશ્ચર્યા કરે છે અને તેમાં ખસુસ કરી નાની બહેને મોટી તપશ્ચર્યા કરી રહી છે, તે જોઈ આપણું બધાના હૃદય આનંદપૂર્વક અભિનંદનથી નાચી ઉઠે છે. ખરેખર ધર્મને રંગ જામેલ છે.
સંકેત ૨ સમાજની શિક્ષિત અને ડીગ્રી ધરાવતી બ્રહ્મચારી બહેને દર વર્ષે દીક્ષા લીએ છે, તેથી ધર્મને ઉદ્યોત થાય છે. એ સમાજની ધર્મમાં ઉન્નતિને સુંદર ગ ગણી શકાય. આ પ્રમાણે આપણા સમાજમાં સુંદર પ્રગતિ થઈ રહી છે. પરંતુ–
ધર્મ જ્ઞાન સાથે ક્રિયા થાય તે અનેરે. રંગ જામે, રંગ વગરની ક્રિયા શુષ્ક અગર જડ જેવી લેખાય.
શ્રી શામજી વેલજી વિરાણી સ્થા. જૈન ધાર્મિક શિક્ષણ સંઘ રાજકોટ તરફથી છેલ્લાં ૨૫ વર્ષથી જ્ઞાન પ્રચારાર્થે ભિન્ન ભિન્ન રીતે અને વિવિધ ક્ષેત્રોમાં ધાર્મિક પુસ્તક સહેલી અને સમજી શકાય તેવી ભાષામાં છપાય છે. અને ઘણું ઓછા ભાવે પુસ્તકે વેચાય છે. આ સંસ્થાને આશય અને દષ્ટિ આબાલ વૃદ્ધ સૌ કઈ જ્ઞાન મેળવી શકે અને જ્ઞાનતપસ્યામાં વધારે રૂચિ અને વૃદ્ધિ થાય, એ છે.
શ્રી પૂજ્ય ગણધર ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીર સ્વામીને ૩૬૦૦૦ છત્રીસ હજાર પ્રશ્નો પૂછેલ અને કેવળજ્ઞાની ભગવાન મહાવીરે સ્પષ્ટ પ્રત્યુત્તર આપેલ અને બધા પ્રશ્નો અને જવાબ ભગવતી સૂત્રમાં ઉપલબ્ધ છે. અને એ સૂત્ર વાંચનાર શ્રાવક-શ્રાવિ. કાઓ સુંદર રીતે જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાનું જીવન ભવ્ય અને સફળ બનાવે એ જ અભ્યર્થના.
આ જ પદ્ધતિ અનુસાર બહુશ્રુત શ્રમણ શ્રેષ્ઠ પૂજ્ય “સમર્થમલજી મહારાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org