________________
MAMMAMMA
ભાગ ત્રીજો
૧૯૭ ઉતર-બૃહદકલ્પ ભાષ્યમાં શય્યાતરને મકાન સેંપી દીધા પછીના સેળ વિકલ્પ બતાવ્યા છે. તેમાંથી એક વિકલ્પ આ પણ છે કે આઠ પહોર સુધી તેના ઘરના આહાર વિગેરે લેવા નહિ નિયમિત વિહાર કરતાં આ વિકલ્પ સુસંગત જણાય છે.
પ્રશ્ન ર૦૪૭-શું, ચાતુર્માસમાં ચાતર બદલી શકાય છે?
ઉત્તર-હા, બદલી શકાય છે. જેમકે ચાર ભાઈઓનું સંમ્મિલીત મકાન હોવાથી કેટલાક દિવસેને માટે શય્યાતર બદલી શકાય છે. ચાતુર્માસમાં એ જ બીજા સ્થાનની યાચના કરવી પડે તે શય્યાતર બદલી શકાય છે. સાથે સાથે જ સ્થાનાંગમાં કહેલાં કાર
થી ચાતુર્માસમાં વિહાર કરે પડે તે પણ જગ્યાએ જગ્યાએ નવું શય્યાતર બનાવવું પડે છે.
પ્રશ્ન ર૦૪૮-વાર્ષિક પ્રાયશ્ચિત કેટલા સમયમાં ઉતારી શકાય છે?
ઉત્તર- શારીરિક સ્થિતિ જોઈને જેટલા વર્ષોને સમય પ્રાયશ્ચિત આપનાર આપે એટલા પાંચ સાત અથવા દસ વિગેરે વર્ષોમાં પ્રાયશ્ચિત ઉતારી શકાય છે.
પ્રશ્ન ૨૦૪૯-નારદ એકબીજામાં ભેદ પડાવી કલેશ કેમ કરાવે છે!
ઉત્તર-નારદ પહેલાં મિથ્યાત્વી હોય છે. પછી તે સમકતી થાય છે. તે ભવમાં દેવ બને છે. તાપસ જે વેશ રાખે છે, ત્યારબાદ સાધુવેશ ધારણ કરે છે. પૂર્વ કર્મને વશ થઈને તે કલેશપ્રિય તેમજ કુતુહલપ્રિય બને છે.
પ્રશ્ન ૨૦૫૦-જોતિષ ચક સમપૃથ્વીથી ૯૦૦ જન સુધી ઊંચું છે, તેમાં ચંદ્રમા, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર એક બીજાથી ઉપર નીચે રહેલાં છે. આમ હેવા છતાં પણ આકાશમાં તે બધા સમાન અંતરવાળા કેવી રીતે દેખાય છે?
ઉત્તર-જે કે તેઓ અમુક અમુક અંતરે રહેલાં છે. તથાપિ વધારે દૂર હોવાને કારણે આપણને ફેરફાર દેખાતું નથી. આ અંતર તે ઘણું જ છે. છતાં રાત્રિએ ઉડતાં એરોપ્લેનને દેખીને પણ તારાની ભ્રાંતિ થાય છે, કે જે બહુ જ નજીક છે. એરોપ્લેન કરતાં તે તારા ઘણું જ ઉંચા છે, છતાં પણ ભ્રાંતિથી એવા જ નીચા દષ્ટિગોચર થાય છે.
પ્રશ્ન ૨૦૫૧-છમસ્થ કેવળી કેને કહે છે?
ઉત્તર-સ્થાનાંગ સૂત્રના ત્રીજા કાણામાં ત્રણ પ્રકારના કેવળી કહ્યા છે. (૧) અવધિ જ્ઞાની કેવળી (૨) મન:પર્યવજ્ઞાની કેવળી. (૩) કેવળ જ્ઞાની કેવળી, તેમાં પ્રથમના બે છદમસ્થ કેવળી કહેવાય છે. તથા માળા “વળા સંજાયા” આ પાઠ અનુસાર જિન નહિ પણ જિન સરીખા કહેવાય છે. આવા મહાપુરૂષોને શ્રત કેવળી કહેવામાં આવ્યા છે.
પ્રશ્ન ૨૦૫ર-જીવાભિગમમાં અકર્મભૂમિની સ્ત્રીનું સંહરણ આશ્રિત જઘન્ય અંતર અંતમુહુર્ત તથા ઉત્કૃષ્ટ અંતર અનંતકાળનું કઈ અપેક્ષાએ બતાવ્યું છે? સ. સ.-૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org