________________
સમથ–સમાધાન કોડાકોડી સાગરોપમની પણ સ્થિતિ હોય છે. એટલા માટે ઉપર્યુક્ત સ્થિતિ ધ્યાનમાં આવતી નથી. શુદ્ધિ તે અનુભાગ વગેરે અનેક પ્રકારથી થઈ શકે છે,
પ્રશ્ન ૨૦૦૩–શું, અસંયત ભવ્ય દ્રવ્ય દેવને પુણ્યાનુબંધી પુન્યનો બંધ થાય છે? શું વિપાકવગર પણ ઉદીરણુ વડે પાપકર્મોની નિર્જરા કરી શકે છે? જે હા, તો તેના દ્વારા આત્માના કયા ગુણોની, કયા રૂપમાં અથવા માત્રામાં વિશુદ્ધિ થાય છે?
ઉત્તર-ખાસ કરીને પુણ્યાનુબંધી પુન્યનું ઉપાર્જન તે સમ્યફ સંયમ અને તપવાળા જ કરે છે. એ જ જીવની સકામ નિર્જરા પણું હોય છે, પરંતુ સમતિ અભિમુખને છેડીને બાકીના અસંયત ભવ્ય દ્રવ્ય દેવ વિપાકવગર પણ પ્રદેશ ઉદય દ્વારા અકામ નિર્જરા કરે છે. અકામ નિર્જરાથી આત્મગુણની વિશુદ્ધિને પ્રશ્ન જ નથી. પુણ્ય પ્રકૃતિ તે બાંધે જ છે. ઉદીરણ વડે વિપાક વેદ હેતે નથી.
પ્રશ્ન ૨૦૦૪-જઘન્ય તથા મધ્યમ જ્ઞાનની આરાધનાવાળા તે ભવે મોક્ષગામી હતા નથી, તેનું શું કારણ છે? કે જ્યારે પાંચ સમિતી તથા ત્રણ ગુતિવાળા એ જ ભવમાં મેક્ષ ચાલ્યા જાય છે?
ઉત્તર-પાંચ સમિતી તેમજ ત્રણ ગુપ્તિના જ્ઞાનવાળે જીવ ત્યારે જ કેવળી બનીને મિક્ષમાં જાય છે કે જ્યારે તેનાથી જ્ઞાનની ઉત્કૃષ્ટ આરાધના થાય છે. જ્ઞાનની આરાધનામાં માત્ર ભણેલા જ્ઞાનને જ ન લેતાં જ્ઞાન પ્રત્યે ઉત્કૃષ્ટ રૂચિ, બહુમાન, ઉત્કૃષ્ટ જ્ઞાનઆરાધના, મધ્યમ રૂચિ, મધ્યમ જ્ઞાન આરાધના તેમજ જઘન્ય રૂચિ, જઘન્ય જ્ઞાન આરાધના કહેવાય છે. તેથી કથનમાં વિરોધાભાસ નથી.
પ્રશ્ન ૨૦૦૫–ઉત્તર ભરતાર્ધના લેકે જુગલિયાને સમય સમાપ્ત થયા પછી માંસાહારી બની જાય છે શું?
ઉત્તર-નહિ. ખાસ કરીને શાકાહારી જ રહે છે. ઉત્તર ભરતાર્ધમાં ભરત ચક્રવતિના જતાં પહેલા પણ તે લેકે શાકાહારી હતા. કારણ કે તેમના વર્ણનમાં અન વિગેરેને ઉલ્લેખ જાણવા મળે છે. પ્રશ્ન ૨૦૦૬-ઉત્તરા અ. ૩૬ ગાથા ૨૬૨ માં લખ્યું છે કે
बाल मरणाणि बहुसो, अाममरणाणि चेव बहुयाणि ।
मरिहंति ते वराया जिणवयण जे ण जाणति ।। જે છે જિનવચનને જાણતા નથી, તેઓ ઘણુવાર અકામ મરણ તેમજ બાળમરણને પ્રાપ્ત કરે છે. પ્રશ્ન એ છે કે અકામ મરણ તેમજ બાલ મરણમાં શું અંતર છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org