________________
ભાગ ત્રીજો કરતા એક સામાયિક કરનાર કેવી રીતે વધી જાય છે? તે ફક્ત બે ઘડીની જ આરાધના કરે છે, ત્યારે બીજી બાજુ દાન હંમેશા તેમજ વિપુલ પ્રમાણમાં આપે છે.
ઉત્તર-જે કે સામાયિક તેમજ તેની દલાલીનું ફળ વિગેરેનું વર્ણન ગ્રંથમાં આવેલ છે, છતાં તે અસંગત લાગતું નથી, કારણ કે સામાયિક વ્રતરૂપ છે. અને તમે કરેલા પ્રશ્ન અનુસાર દાનની ક્રિયા વ્રતરૂપ નથી.
પ્રશ્ન ૧૯૯૦-ભરતક્ષેત્ર નાનું હોવા છતાં પણ ત્યાં ઉત્કૃષ્ટ એક સમયમાં ૧૦૮ સિદ્ધ થાય છે, જ્યારે વિજયનું ક્ષેત્રફળ વધારે હોવા છતાં પણ માત્ર ૨૦ જ સિદ્ધ થાય છે એમ સાંભળ્યું છે, તો તે કેવી રીતે બરાબર છે?
ઉત્તર–આ કથન પણ ગ્રંથના આધારથી જ છે. સંભવતઃ જ્ઞાનીઓએ ક્ષેત્ર વિભાવ એ જ જે હેય. આ વિષયમાં નિશ્ચિત રૂપે કાંઈ પણ કહી શકાય નહિ.
પ્રશ્ન ૧૯૯૧-ભગવતી શ. ૧૬ ઉ. ૪ માં તપનું ફી નિર્જરા બતાવ્યું છે, તે તે કઈ અપેક્ષાએ કહ્યું છે? શું, નારકીના છ લાખો વર્ષોમાં જેટલા કર્મોનો ક્ષય કરે છે તેના કરતાં વધારે નિર્જરા ઉપવાસથી થઈ શકે છે?
ઉત્તર-ઉપરોકત કથન સામાન્ય નયની અપેક્ષાથી છે. જેથી એમ કહેવું બરાબર છે.
પ્રશ્ન ૧૨-ધર્મકિયા માત્ર કર્મની નિર્જરા અર્થે જ કરવી જોઈએ, એવું જાણતા હોવા છતાં પણ કઈ જીવ ધનની અપેક્ષા વગર આધક ધર્મ ન કરી શકે તથા પ્રભાવના વિગેરેના પ્રભનથી વિશેષ ધર્મકરણી કરે છે. જેમકે કઈ શ્રાવક મહિનામાં બે પૌષધ જ કરે છે, છતાં પ્રભાવના મળશે, એમ વિચારીને વધારે ધર્મક્રિયા કરે છે, તે શું, તેને પ્રભાવના લેવાના પચ્ચખાણ કરાવવા ઉચિત છે? તેથી લાભાંતરાય તો થશે જ, તેની સાથે સાથે ધર્મધ્યાન પણ ઓછું થશે, તે આ બાબતમાં ઉચિત શું છે?
ઉત્તર-દશવૈકાલિક અ. ૯. ઉ. ૪ માં તપશ્ચર્યા કેવળ કર્મની નિર્જરાને અર્થે જ કરવાને પ્રભુને આદેશ છે. એવી રીતે સાચી શ્રદ્ધાવાળા જીવ પરિસ્થિતિ વશ દ્રવ્યના અભાવમાં ધર્મ કાર્ય ઓછું કરે છે અને સહાયતાથી વધારે કરે છે, એટલે સહાયતાને નિષેધ કરે અથવા સહાયતા લેવાના પચ્ચકખાણ કરાવવા એ બરાબર નથી. ધર્મનું સાચું સ્વરૂપ સમજાવી શકાય છે.
પ્રશ્ન ૧૯૯૩-કેઈ શ્રીમંતે પિતાના તરફથી પૌષધ કરાવવાની ઈચ્છા જાહેર કરી, તેને સ્પષ્ટ ભાવ છે કે પૌષધ કરનારને મારા તરફથ્રી યથાયોગ્ય ઉપહાર (પ્રભાવના, લાણું) આપવામાં આવશે. કેટલાકે આ લોક અને પરલોકના સુખની ઈછા સાથે તપ કર્યો. તથા કેટલાક લોકે એવા પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org