________________
ભાગ ત્રીજો
પ્રશ્ન ૧૯૮૧-સમકિતની ઉત્કૃષ્ટ સ્થિતિ દર સાગરેપમની, બારમા દેવલોકના ત્રણ ભવ અથવા અનુત્તર વિમાનના બે ભવના દષ્ટાંતથી બતાવવામાં આવે છે, તે શું, અન્ય પ્રકારથી પણ દ૬ સાગરોપમની સ્થિતિ ગવાય છે ખરી ! દા. ત. ૧૧ મા દેવલોક, ૧૨ મા દેવલોક તથા પ્રથમ રૈવેયકની સ્થિતિ ૨૧ + ૨૨ + ૨૩ = ૬૬ સાગરોપમ થાય છે?
ઉત્તર-સમક્તિની ઉત્કૃષ્ટ સ્થિતિ અન્ય પ્રકારથી પણ હેવી સંભવિત છે. તથા ભવ સંખ્યા વધારે પણ હોઈ શકે છે.
પ્રશ્ન ૧૯૮૨–૧૦ હજાર વર્ષની સ્થિતિવાળા વાણવ્યંતર દેવના પુણ્ય વધારે છે કે ત્રણ પત્યની સ્થિતિવાળા સ્થળચર તિર્યંચ જુગલિયાના પુણ્ય વધારે છે? અથવા તેમાં પણ ત્રણ પત્યની સ્થિતિવાળા મનુષ્ય જગલિયાના પુન્ય વધારે છે?
ઉત્તર–આમાંથી કોઈ અપેક્ષાએ કેઈના તથા અન્ય અપેક્ષાએ અન્યના મુખ્ય ન્યૂનઅધિક માલુમ પડે છે. જેથી વિશિષ્ટ જ્ઞાનીજને જ તેને અ૫ બહત્વ કહી શકે છે. (પુન્યનો ઉંમરની સાથે એકાંત સંબંધ નથી. કેટલાક નારકીઓ ૩૩ સાગરોપમની સ્થિતિવાળા હોય છે, છતાં તેમને સુખી કે પુન્યવાન કહેવાતા નથી. બીજી તરફ ૪૦, ૫૦ વર્ષની ઉંમરવાળા માણસો પણ સુખ સંપન્ન હોઈ શકે છે. તેના ચાર ભાંગા બને છે.
(૧) ઉત્કૃષ્ટ આયુષ્ય તથા ઉત્કૃષ્ટ સુખ અનુત્તર વિમાનવાસી દેવોની અપેક્ષાએ. (૨) ઉત્કૃષ્ટ આયુષ્ય તથા ઉત્કૃષ્ટ દુઃખ-સાતમી નરકના નારકીની અપેક્ષાએ. (૩) એ આયુષ્ય અને ઉત્કૃષ્ટ સુખ-રાજા, કોઠાધિપતિ શેઠ વિગેરે. (૪) ઓછું આયુષ્ય અને ઓછું સુખ દરિદ્ર માનવ તથા સાધારણ પશુ વિગેરે.
એમ તે દીઘાયુષ હોવું એ સુખને હેતુ માનવામાં આવે છે, છતાં પણ અશુભ દીઘયુષ દુઃખ તેમજ કલેશનું કારણ બને છે.
પ્રશ્ન ૧૯૮૩-શું, તિર્થંકરોના જન્મ સમય સિવાય પણ નારકીના
ને સુખ થવું સંભવિત છે? - ઉત્તર-સમકિત પ્રાપ્તિના સમયે શુભ અધ્યવસાના કારણે થોડાક સમયને માટે ક્ષેત્રજ વેદનાની તરફ લક્ષ નહિ જવાથી તથા દેવકૃત દુઃખના અભાવના કારણે જિનેશ્વરના જન્મ વિગેરે ઉપરાંત પણ સાતાને અનુભવ થઈ શકે છે.
પ્રશ્ન ૧૯૮૪-૧૧ મા ગુણસ્થાનથી પડેલા છને સંસાર-કાળ અધ. પુદગલ પરાવર્તનથી ઓછા બતાવ્યો, તે તે કેટલો છે હેાય છે?
સ. સ.-૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org