________________
ભાગ ત્રીજો
૧૩૩ ફેંકી તથા તે અશાતાને નિમિત્ત બન્યું. આ પ્રસંગે પણ ભગવાનની ક્ષમા કેટલી વિરાટ હતી! આ તે કેવળજ્ઞાન પછીની વાત છે. પહેલા પણ છદમસ્થ અવસ્થામાં સંગમ દેવે છમાસિક ઉપસર્ગ, અનાર્યકેના કાય કંપાવી નાંખે તેવા કષ્ટ, ચંડકૌશિકને ડંસ, વિગેરે વિગેરે માનસિક, વાચિક તેમજ કાયિક ઉપસર્ગોને સહન કરનાર તુછ ભાષી હોય એવી કલ્પના પણ કરવી જોઈએ નહિ,
પ્રશ્ન ૧૮૭૪-ભગવાન મહાવીર સ્વામીને સાડા બાર વર્ષ અને એક પખવાડિયાની તપશ્ચર્યામાં માત્ર બે ઘડીની જ નિંદા આવી. શું તેમના કર્મોનો ઉદય એટલો અપ હતું કે તેમને એટલો જ પ્રમાદ આવ્યું?
ઉત્તર-કર્મોદય ઓછા લેવાના પ્રમાદમાં અપતા થઈ. આ વાત એકાંતરૂપે સમજવી નહિ. કારણકે કર્મ ક્ષય કરવા માટે ભગવાનને ઉત્સાહ (ધગશ) ઘણો વધારે હતે. આજે પણ જે કામમાં લેકેની રૂચિ થાય છે તેમાં પ્રમાદ આવતું નથી. જેમ કે દરરોજ સવારમાં મડી ઉઠનાર વ્યક્તિ પણ કેર્ટની મુદત પર જવા માટે રેલ્વે સમય અડધી રાત્રે હોય કે પછી હોય તે પણ કેઈના જગાડ્યા સિવાય તે જાગી જાય છે. એવી જ રીતે જે ધર્માત્મામાં ધર્મ પ્રવૃત્તિને ઉત્સાહ તેમજ તમન્ના હોય તે તે આજે પણ અપ્રમાદી તથા અનિદ્રાળુ બની જાય છે.
પ્રશ્ન ૧૮૭૫-સાતે ય નરકને એકજ દંડક બતાવે છે, પરંતુ ભવ : પતિના દસ દંડક જુદા જુદા કેમ બતાવ્યા છે?
ઉત્તર-ભવનપતિના દંડક જુદા જુદા બતાવવાનું કારણ નીચે પ્રમાણે છે.
(૧) અંતરની અપેક્ષા-એક નરકનું ક્ષેત્ર જ્યાં પૂરું થાય છે, ત્યાંથી બીજી નરકના ક્ષેત્રનો પ્રારંભ થાય છે. નરકની વચમાં અંતર નથી. પરંતુ ભવનપતિના દસ મહે. લેની વચમાં નરકના પ્રતર આવેલા છે. એટલા માટે ભવનપતિઓના દંડક જુદા જુદા છે.
(૨) સ્વામીની અપેક્ષા–સાતેય નરકના કોઈ અધિપતિ નથી. તેથી તેને એક જ દંડક છે પરંતુ અસુરકુમારેન્દ્ર વિગેરેના ભેદથી ભવનપતિઓના જુદા જુદા ઈન્દ્ર છે.
(૩) ચિહ્નની અપેક્ષા-સાતેય નરકના નારકીઓના કેઈ ચિહ્ન નથી. પરંતુ ભવનપતિઓના જુદા જુદા ચિહ્ન છે, જેથી તેની જાતિ ઓળખી શકાય છે.
() વસ્ત્રની અપેક્ષા-બધા નારકીઓ વસ્ત્ર પહેરતા નથી. પરંતુ ભવનપતિ વસ્ત્રધારી હેાય છે. તેમના કપડાના રંગ જુદા જુદા હોય છે. .
(૫) વર્ણની અપેક્ષા–બધા નારકીઓના શરીર કાળા રંગના બતાવ્યા છે. પરંતુ ભવનપતિએના શરીર જુદા જુદા પ્રકારના છે. ઈત્યાદિ કારણથી નરકનો એક તથા ભવન પતિઓના જુદા જુદા દસ દંડક બતાવ્યા છે.
પ્રશ્ન ૧૮૭૬-ભવનપતિએના ચિહ, વર્ણ, તથા વસ્ત્ર વિગેરેના રંગ ફરમાવશે ?
ઉતર–ખા સમજવા માટે પુનવણ પદ-૨ ના હિસાબથી હોઠો બનાવીને આપવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org