SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજે [ ૬૭. વાસ્તવિક રૂપે સાર્થક કહી શકાય? શું ઉત્તર ગુણનું પાલન કરવામાં મૂળ ગુણની ઉપેક્ષા કરી શકાય છે? ઉત્તર :–હિંસાદિ પાપ ત્યાગની ભાવના જાગૃત થયા વિના તે કોઈ પણ મૂળ અને ઉત્તરગુણનું પાલન વાસ્તવિક રૂપે સાર્થક નથી કહી શકાતું. રહી વાત પાળવાની, તે કઈ મૂળ, કેઈ ઉત્તર, અને કઈ ઉભયરૂપ ગુણોને શકય અનુસારે (યથા શક્ય) પાળે છે. આ બધાને વાસ્તવિક જ સમજવા કેમકે ઉત્તરગુણ પાળનારને મૂળ ગુણની અપેક્ષા (આકાંક્ષા) બની રહે છે. ઉપેક્ષા નહિ. ઉપેક્ષા તે તેને મૂળગુણોની તે શું, મુનિ વિરતિ (સંયમ) ની પણ રહેતી નથી. કારણ વશ વર્તમાનમાં પાળવામાં અસમર્થ છે, એથી કેવળ ઉત્તરગુણનું પાલન પણ વાસ્તવિક જ સમજવું. પ્રશ્ન ૯૮૪ –શું આ ધારણું સાચી છે કે મૂળ ગુણને પાળ્યા વગર જ કેવળ ઉત્તરગુણે પાળવાથી મુનિ તે કહેવાઈ શકતા નથી, પરંતુ વ્રતધારી શ્રાવક કહેવાઈ શકે છે? અથવા સાધુ તે નહિ પરંતુ વ્રતધારી શ્રાવક રહી શકે છે? ભાવનાત્મક દૃષ્ટિથી સાધુ માટે મૂળગુણની અનુપેક્ષા અને વ્રતધારી શ્રાવક માટે તેની ઉપેક્ષા કરવાનું શું કારણ છે? અને સાધુ તથા શ્રાવકમાં સાધનાની દૃષ્ટિએ આ ભેદ માને શું ઉચિત થશે? ઉત્તર કેવળ ઉત્તરગુણને પાળવાવાળા પણ વ્રતધારી શ્રાવક કહી શકાય છે. આ ધારણ સાચી છે. પ્રશ્ન ૯૮૫ – ભગવતી સૂત્ર શ. ૭ ઉ. ૨ ના પાઠ–“દવથ કat मूलगुणपच्चक्खाणी उत्तरगुण पच्चखाणी असखेज्जगुणा, अपञ्चक्खाणी अणंतगुणा "ने। વાસ્તવિક અભિપ્રાય છે જોઈએ? પ્રાણીઓના પ્રત્યાખ્યાન-અપ્રત્યા ખ્યાનની દૃષ્ટિથી અ૫–બહત્વ (ન્યુનાધિકત) સિવાય શું આ અભિપ્રાય પણું નીકળે છે કે મૂળગુણે વગર પણ કેવલ ઉત્તર ગુણેનું પાલન કરવા વાળા રહી શકે છે અને તે પાંચમાં ગુણસ્થાનવતી શ્રાવક કે છઠ્ઠા ગુણસ્થાનવતી મહાવ્રતી સાધુ માની શકાય છે? ઉક્ત પાઠમાં ઉત્તરગુણીઓને જ અસંખ્યાત ગુણ વધારે બતાવ્યા છે. તેને આ અભિપ્રાય કેમ ન લેવાય કે બધાથી થડા કેવળ મૂળ ગુણોને પાળવા વાળા છે. અને તેથી અસંખ્યાત ગુણ અધિક મૂળગુણો સહિત ઉત્તરગુણેને પાળવા વાળા છે? અન્યથા ચતુર્વિધ સંઘની વૈયાવૃત્ય તપસ્યાના રૂપમાં તથા મહાવતી મુનિને સુઝતે આહાર વગેરે દઈને અતિથિ સંવિભાગ વ્રત રૂપે ઉત્તરગુણોને પાળતા થકા શ્રેણિક રાજા અને શ્રી કૃષ્ણજીને અવિરતિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy