SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૩૩ પ્રશ્ન ૮૯૫ –શું સાધુને વિધિ પૂર્વક નદી ઉતરવામાં પણ પ્રાયશ્ચિત આવે છે? જો આવે છે તે કેમ? જ્યારે શાસ્ત્રકારે જ નદી ઉતરવાની વિધિ બનાવી છે, તે પછી પ્રાયશ્ચિત કઈ વાતનું? ઉત્તર ઃ—જે સાધુ વિધિ પૂર્વક નદી ઉતરે છે, તે તેને આજ્ઞા ભંગનું પ્રાયશ્ચિત તે નથી, પરંતુ જીવ-વિરાધનાના કારણે તે પ્રાયશ્ચિત્તને ભાગી બને છે. જેમ આજ્ઞા અને વિધિ પૂર્વક ભિક્ષા, વિહાર આદિ માટે ગમણગમણે (જવું આવવું) કરવા છતાં પણ સાધુ પ્રાયશ્ચિત્તનો ભાગી બને છે. એથી તેની શુદ્ધિના માટે પ્રાયશ્ચિત સ્વરૂપ ઈરિયાપથિક પ્રતિક્રમણ કરવું આગમમાં બતાવેલ છે. તથા વ્યવહાર સૂત્રના પ્રથમ ઉ. ના ભાષ્યમાં પણું “બાટોય”િ નું સ્વરૂપ આ જ રીતે બતાવ્યું છે. “गमनागमनादिष्वश्यकर्त्तव्यषु सम्यगुपयुक्तस्या ऽष्टभावतया निरतिचारस्य छद्मस्थस्या કમરાયાટોરના મવતીતિ..” અર્થાત્ ગમણગમણે આદિ આવશ્યક કર્તવ્ય, છદ્મસ્થ સાધુ ઉપયોગ પૂર્વક અપ્રમત્ત ભાવે નિરતિચાર પૂર્ણ કરે તો પણ આલેચના પ્રાયશ્ચિત્ત બતાવેલ છે અને ઉચ્ચ સંયમી ગૌતમાદિ અણગારે એ પણ આ જ રીતે કર્યું છે. વિધિપૂર્વક બમણગમણેમાં પણ વિરાધનાની આશંકાના કારણે પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે, તે પછી નદી ઉતારવામાં તે પ્રત્યક્ષ વિરાધના દેખાય છે. એથી આનું પ્રાયશ્ચિત્ત કેમ નહિ? અર્થાત્ અવશ્ય છે. તથા મહિનામાં ૩ અને વર્ષમાં ૧૦ ઉદક–લેપ લગાવવાથી સબલ (મોટા) દોષની પ્રાપ્તિ બતાવી છે, તે પછી એક અથવા બે માં બિલકુલ નિર્દોષતા કેમ માની શકાય? અર્થાત્ નાના દોષ તે આમાં પણ લાગવા સાબિત થાય છે. પ્રશ્ન ૮૬ –એકેન્દ્રિય વગેરે જીવોની વિરાધના થવા છતાં પણ નદી ઉતરવાનું વિધાન શાસ્ત્રમાં કેમ આવ્યું ? ઉત્તર –મુનિ, નદી ઉતરે આ અપવાદ માર્ગ છે, સંયમ સંબંધી શિથિલતાનો નિરોધ, વૈયાવૃત્યને પ્રસંગ અને સંયસ વ્યાઘાતક ઉપદ્રવ વગેરે આવા ખાસ કારણ ઉપસ્થિત થાય ત્યારે જ નદી ઉતરવી બતાવેલ છે, ઉપદેશ હેતુ (ધર્મ પ્રચારાર્થ) નહિ. કેમકે ઉપદેશ, તે પરોપકાર માટે છે. આમાં અપવાદને આશ્રય ન લઈ શકાય. અને ઠાણાંગ ૫ મા ઠાણામાં મહાનદી ઉતરવાના કારણ બતાવ્યા છે, તેમાં પણ આ કારણ નથી, એથી ઉપદેશાર્થ ન નદી ઉતરવી જોઈએ. પ્રશ્ન ૮૯૭ –અંતકૃતદશા, અનુપાતિક દશા અને પ્રશ્ન-વ્યાકરણ સૂત્રના અધ્યયનનાં નામ અને જે ઠાણાંગના ૧૦ મા ઠાણામાં બતાવેલ આ જ સૂત્ર અને અધ્યયનેના નામ, પરસ્પર પૂર્ણ રૂપે મળતા નથી, તેનું શું કારણું છે? સ. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy