SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ]. સમર્થ-સમાધાન પ્રશ્ન ૮૮૬ –નપુંસક વેદની આગત બધા દેવલોકથી માનેલ છે. અનુત્તર વિમાનમાંથી આવીને પણ નપુંસકદી થઈ શકે છે. આ કેવી રીતે? ત્યાં તે બધા સભ્ય દષ્ટિ છે અને સમ્યગ્ર દષ્ટિ નપુંસકદ બાંધી શકતા નથી. તો પછી આગતને પ્રશ્ન કેમ બંધ બેસી શકે? ઉત્તર:–અનુત્તર વિમાનમાં નપુંસક વેદ બાંધતા નથી, પરંતુ ત્યાંના આવેલા નપુંસકવેદી થઈ શકે છે. જેમ-ભગવાન મલ્લીનાથે આગળના (મહાબલના) ભવમાં સ્ત્રી-વેદ બાંધ્યું, પરંતુ અનુત્તર વિમાનમાં નથી બાંધ્યું. તે જ રીતે પહેલાં નપુંસક-વેદ જે જીએ બાંધેલ હોય, તે જીવ અનુત્તર વિમાનથી આવેલા નપુંસક થઈ શકે છે. ત્યાં બાંધતા નથી. પ્રશ્ન ૮૮૭–સૂયગડાંગમાં “સાધુઓએ કઈ પણ ગૃહસ્થને આશીવંદ દેવાની મનાઈ કરેલ છે. તે કયા સ્થળે છે? ઉત્તરઃ–સૂયગડાંગના ૧૪મા અધ્યયનની ૧૯મી ગાથામાં આશીર્વાદ દેવાની મનાઈ કરેલ છે. પ્રશ્ન ૮૮૮–મહાબળ મુનિરાજને માયાચારથી સ્ત્રી-વેદ અને સ્ત્રી(અંગે પાંગ) નામ કમને બંધ થયે, તે શું આનો ઉદય અનુત્તર વિમાનના દેવ થયા પછી, દેવપણે રહેવા છતાં પણ થઈ ગયો ? કેમકે અબાધા-કાળ પૂર્ણ થતાં જ કર્મ ઉદયમાં આવી જાય છે. ત્યારે પ્રશ્ન થાય છે કે ત્યાં પુરૂષ દેવ-વેદ અને સ્ત્રી દેવ-વેદ આમ બન્નેને ઉદય સાથે જ થયે હતો? ત્યાં પુરૂષ–વેદ તો છે જ અને અબાધાકાળ પૂર્ણ થતાં સ્ત્રીવેદ પણ ઉદયમાં આવી જાય છે. તો શું એક સમયમાં પરસ્પર વિરોધી બન્ને વેદ ઉદય થઈ જાય છે? ભલે મુખ્ય અને ગૌણ રૂપે જ હોય, અને સ્ત્રીના અંગોપાંગ નામકમનો ઉદય પણ ત્યાં અબાધા પૂર્ણ થતાં જ થઈ ગયે હતો? આ કેમ સંભવી શકે છે? નામકમનો બંધ પણ મહાબળપણે જ થયું હશે? અનુત્તરવિમાનમાં તો એવા પરિણામ પણ હોતા નથી કેમકે ત્યાં તે પરિણામ કિલષ્ટ નહિ થતા હોય? ઉત્તરઃ—સ્ત્રી નામ કર્મ અને ગોત્રને બંધ અનુત્તર વિમાનમાં તે તે જ નથી, “તેળે તે માટે મારે મેળ વાળમાં ચિનામોચેં મં નિવૃતેણુ” આ પાઠ જ્ઞાતાના ૮મા અધ્યયનમાં આવ્યું છે, આ પાઠથી સ્ત્રી-નામ-ગોત્ર ત્યાં બાંધ્યું. આ સ્પષ્ટ છે. અબાધા કાળ પૂર્ણ થયા પછી રદય તે હેય, અથવા ન પણ હોય, પરંતુ પ્રદેશદય તે હોય જ છે. એથી સ્ત્રી-નામ-ગોત્ર કર્મને પ્રદેશદય અનુત્તર વિમાનને દેવેમાં હવામાં કઈ બાધા નથી. સ્ત્રી–વેદાદિને વિપાક (રસો) દય ત્યાં હેઈ શકતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy