SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્થ–સમાધાન ત્રીજામાં ભિક્ષા અને પછી ચેથામાં સ્વાધ્યાય કરવી બતાવેલ છે, તે પછી આગમ અનુસાર વિહારને સમય કયે સમજે? ઉત્તર :–ઉત્તરાધ્યયન સૂત્રના ૨૬ મા અધ્યાયની ૧૨ મી ગાથામાં આ પ્રકારે સામાન્ય દિવસ-કૃત્ય (દિનચર્યા) બતાવેલ છે. આમાં પ્રતિલેખન, ઉચ્ચાર-પ્રસવણ-પરિત્યાગ, ધર્મ દેશના, વિહાર, વૈયાવૃત્ય વગેરે ક્રિયાઓને અંતર્ભાવ ( સમાવેશ) થઈ જાય છે. જેમ-આ જ અધ્યયનની ૮ મી ગાથામાં પ્રતિલેખનનું અને ૯-૧૦ માં વૈયાવૃત્યનું વર્ણન છે. તથા આ જ અધ્યયનમાં અન્ય સ્થળે શય્યા, ઉચ્ચાર-પ્રસવણ, ભૂમિ પ્રતિલેખના, પ્રતિકમણ વગેરેનું વર્ણન પણ છે. તે જ રીતે વિહારને અવસર હોય ત્યારે સાધુ-સાધ્વી, દિવસના કઈ પણ પહેરમાંથી કોઈ પણ પહેરમાં–“ હે જ દિવસે ” ઉત્તરાધ્યયનના ૨૪ મા અધ્યયનના આ પદથી સ્પષ્ટ થાય છે. અને રાત્રિ વિહારને નિષેધ બૃહતુ–કપના પ્રથમ ઉદેશકના “જો શrg નિરંથા વા જાઉં વા વા વા રદ્ધાળrifમત્ત ૪૮” આ પાઠમાં સ્પષ્ટ છે, એથી સાધુ-સાધ્વી પોતાની અનુકુળતાનુસાર ચારેયમાંથી કઈ પણ પહેરમાં વિહાર કરી શકે છે. પ્રશ્ન ૮૩૪-દેવલોક કેના આધારે છે ? ઉત્તર :–ઠાણાંગ સૂત્રના ત્રીજા ઉદેશામાં "तिपइट्टिया विमाणा पं. तं. घगोदधि पइडिया, घणवाय-पइट्ठिया, ओवासंतर पइદિશા (૨૮૦) ” આ પ્રકારે મૂલ પાઠ છે. ટીકા અને અર્થમાં ૧ ગાથા આ પ્રકારે છે "घण उदहि-पइट्ठाणा सुर-भवणा होंति दोसु १-२ कप्पेसु । ३-४-५ तिसु वाउ पइटाणा तदुभयमुपइटिया तीसु ६-७-८ ॥१॥ तेण पर उपरिमगा आगासंतर पइट्ठिया सव्वेति । પ્રશ્ન ૮૩૫ –ભગવાન ઋષભદેવના પારણમાં એકસો આઠ (૧૦૮) ઘડાનું વર્ણન છે કે એક ઘડાનું વર્ણન છે? ત્રિષષ્ઠિ શલાકા-પુરૂષચરિત્ર”માં તે “ઈશ્કરસના અનેક ઘડાઓને રસ વહેરાવ્યો.” એવું વર્ણન છે. અવશ્યક મલયગિરિ પ્રથમ ખંડાન્તર્ગત કથામાં એક ઘડાનું જ વર્ણન છે. એથી અહીયાં કથામાં મતભેદ દેખાય છે. પ્રશ્ન ૮૩૬ –ઉત્તરાધ્યયન અધ્યયન ૨૦ ની ૨૯ મી ગાથામાં “તે મારા જાણતા કે અજાણતા અજ, પાણી, સ્નાન, સુગંધ આદિનું સેવન કરતી નથી. તે અન્ય વસ્તુઓ પણ ત્યાગી દીધી હશે. પરંતુ અન્ન, પાણી, જાણતાં કે અજાણતાં જેટલા દિવસ બિમારી રહી એટલા દિવસ ગ્રહણ ન કર્યું હોય, આ કેવી રીતે માનવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy