SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ] સમર્થ–સમાધાન છે. પ્રથમ પ્રહરના આહાર પાણી ત્રણ પ્રહર સુધી સાધારણ રીતે સાધુ ઉપયોગમાં લઈ શકે છે. ત્રણ પ્રહર ઉપરાંત ઉપગ કરે, તે મારી પ્રાયશ્ચિત બતાવ્યું છે. ખાસ કારણે તે ચેથા પ્રહરમાં પણ ઉપયોગ કરવાની છૂટ આપી છે, બે ગાઉ સુધી આહાર-પાણી લઈ જવાનું વિધાન છે પરંતુ તેનાથી આગળ લઈ જવાથી પ્રાયશ્ચિત આવે છે. આ બાબત બૃહત્કલ્પના તથા ભગવતીના “કાલાઈkતે મગ્નાઈ કંતે” પાઠથી સ્પષ્ટ છે. - દશ. અ. ૫ ઉ. રની ગાથા બીજી તથા બૃહતક૫ ઉ. ૫ નું અંતિમ સૂત્ર પણ આ વિષયમાં જેવું જરૂરી છે. ઉત્ત. અ. ૨૬ની ગાથા ૩રમી તે સાધુને માટે સામાન્ય રૂપે કહી છે, પરંતુ તેની સાથે આ અધ્યયનની ગાથા ૯ અને ૧૦ તથા બાકી વધેલો આહાર, બે ગાઉ સુધી આવેલ આહાર તેમજ પરિઠાવણીયા આગર, સાધુને માટે એકાંતર તપ પણ આવ્યું છે, ઈત્યાદિ બધી બાબતે પર વિચારવાથી, આ સ્પષ્ટ સિદ્ધ થાય છે કે, દશ વિકાલિક સૂત્રના છઠ્ઠા અધ્યયનની ૩૨ મી ગાથા રાત્રિ ભેજનને નિષેધ બતાવવા માટે છે અને ત્યાંનું પ્રકરણ પણ એજ બતાવે છે, એટલા માટે આ ગાથામાં આવેલ એગભત્તને અર્થ એકવાર નહિં પરંતુ રાત્રિ ભેજનને નિષેધ છે. આ પ્રશ્ન ૧૩૮૭ –કરણ અને વેગમાં શું અન્તર છે? ઉત્તર – કરણ” શબ્દનો અર્થ કરવું એ છે, અને “ગ” શબ્દનો અર્થ મન, વચન અને કાયાનો વેપાર છે. કરણના ત્રણ ભેદ છે. પિતે કરવું, બીજા પાસે કરાવવું અને કઈ કરતું હોય તેને અનુમોદન આપવું અથાત્ કરવું એ કરણ, કરાવવું એ કરણ અને અનુમોદના એ કરશુ. દરેક કરણને વ્યાપાર મન, વચન અને કયાથી થાય છે. તેથી કાર્ય કરવાના ૯ ભેદ થાય છે. પ્રશ્ન ૧૩૮૮ –ગૌતમસ્વામી આનન્દ શ્રાવકની પાસે આવ્યા ત્યારે તેમને અવધિજ્ઞાન હતું તેનું પ્રમાણ શું? ઉત્તર–ગૌતમ સ્વામી જ્યારે આનંદ શ્રાવકને ત્યાં પધાર્યા તે પહેલાં જ તેમને અવધિજ્ઞાન થયું હતું. આ વાત આગમિક સમાલોચનાથી ધ્યાનમાં આવે છે. જેમ-ભગવતી સૂત્રના પ્રારમ્ભમાં જ જે સમયે રાજગૃહનગરમાં શ્રેણીક રાજા અને ચેલણ રાણી હતા તે સમયે પણ ગૌત્તમ સ્વામીના ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વ બતાવ્યા છે. ૧૫ મા શતકમાં ગૌશાલકે આઠ ચરમ કહ્યા, તેમાં સાતમું ચરણ મહાશીલા કંટક સંગ્રામ બતાવેલ છે. જો કે તે નજીકનાં ભવિષ્યમાં થયું હોય એ સંભવ છે. એજ શતકમાં ભગવાને ફરમાવ્યું છે કે હું ચાલુ વર્ષ ઉપરાંત સેળ વર્ષ વધારે કેવળી પર્યાયમાં વિચરીશ. ભગવાનની કેવળી પર્યાય ૩૦ વર્ષથી કાંઈક ઓછી હતી. તે સમયે ભગવાનની કેવળી પર્યાયનું ૧૪મું વર્ષ ચાલતું હતું, શ્રેણિક રાજા હતા. શ્રેણીક રાજાનું મૃત્યુ થઈ ચૂક્યું હતું, ત્યારે જ મહાશીલા કંટક નામને સંગ્રામ થ હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy