SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૨૦૩ જ્યારે ગૌતમ સ્વામી શ્રેણિક નરેશને જીવિત અવસ્થામાં જ ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વ ધારક હતા, તે તેમના મૃત્યુ પછી તેઓ ચારજ્ઞાનવાળા હોય તેમાં શંકાને સ્થાન જ નથી. આનન્દ શ્રમણે પાસકની ઘટના ભગવાનના કેવળી પર્યાયના વીસ વર્ષ પૂર્વેની તે હતી જ નહીં, કાર. કે ભગવાનને કેવળજ્ઞાન થયા બાદ જ તેઓ તેમની પાસે શ્રાવક બન્યા હતા. તેમણે વીસ વર્ષ સુધી શ્રાવકપણું પાળ્યું હતું. આ ઘટના તેમના સંથારાના સમયની છે. તેથી એ સમયે તો ગૌત્તમ સ્વામી અવધિજ્ઞાની હતા જ. હા એ વાત અવશ્ય સંભવિત છે કે તે સમયે તેમણે પોતાના પૂર્વોને તથા પોતાના અવધિ જ્ઞાનને ઉપગ મૂક્યો ન હતો તેથી જુ સૂત્ર (વર્તમાનકાળગ્રાહી) નયથી એમ કહી શકાય કે તે સમયે તેમને અવિવજ્ઞાન ન હતું. અર્થાત્ તેમણે અવધિજ્ઞાન વગેરેને ઉપયોગ કર્યો ન હતે. પ્રશ્ન ૧૩૮૯ –મરુદેવી માતા અવ્યવહાર રાશિમાંથી નીકળીને કદલીને ભવ કરી મરુદેવી બન્યા, તે સંસારના બધા પ્રાણુઓ સાથે સંબંધ કેવી રીતે થયો? ઉત્તર : પન્નવણું સૂત્રના ૩૬માં પદમાં બતાવ્યું છે કે એક-એક નરક આદિ વીસેય દંડકનાં જીએ ભૂતકાળમાં અનંતવાર વેદનીય સમુદઘાત કરી છે. તે સ્થળે ટીકાકાર તથા ટમ્બાકારે ખુલાસે કર્યો છે, કે આ વાત બહુલતાની અપેક્ષાઓ કહેવામાં આવી છે. ઘણું જીવો એવા હોય છે કે જેમને અવ્યવહાર રાશીમાંથી નીકળ્યા અનંતકાળ થઈ ગયો છે. થોડા જેવો એવા પણ હોય છે, કે જેમને અવ્યવહાર રાશીમાંથી નીકળ્યા થોડો કાળ થયું છે. તેમાંથી કોઈએ સંખ્યાતી અને કોઈએ અસંખ્યાતી વેદનીય સમુદઘાત કરી છે. પરંતુ એવા જીવ થતા હોવાથી સૂત્રકારે તેમને ગૌણ કર્યા છે એટલા માટે એક જીવે એવા છે સાથે અનંતવાર સંબંધ કર્યો છે, આ વાત બહુલતાની અપેક્ષાએ સમજવી, કારણ કે કઈ કઈ જીવ અવ્યવહાર રાશીથી નીકળીને ચેડા કાળમાં મોક્ષ ચાલ્યા જાય છે, તેમને બધા જીવ સાથે સંબંધ થતો નથી એટલા માટે મરુદેવી માતાને સઘળા જીની સાથે સંબંધ થયેલ ન હોય તે શાસ્ત્રીય વાક્યમાં કોઈ હરકત આવતી નથી. મરુદેવી માતાનો જીવ કદલીને ભવ કરીને ફરી મરુદેવીનો ભવ કરીને મેક્ષ ચાલ્યા ગયા. આ વાત શાસ્ત્રના મૂળ પાઠમાં તે નથી પરંતુ કયાંક ટીકામાં જરૂર આવી છે. પ્રશ્ન ૧૩૯૦ તીર્થકર ભગવાન સિંહાસન પર બીરાજે છે કે તેમના અતિશયથી દકેને એવું દેખાય છે? ઉત્તર :-સમવાયાંગ સૂત્રના ૩૪મા સમવાસમાં તીર્થકર ભગવાનના ૩૪ અતિશનું વર્ણન આવ્યું છે. તેમાં ૯ મું અતિશય એ છે. કે—“આગીસ ફલિહાભયં સપાયપીઢ સીહા સણું” ટીકા--“આકાશમિવયદત્યન્તમષ્ઠ ફટિકં તન્મય સિહાસન સહપાદપીટેન સંપાદપીઠમિતિ નવમઃ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy