SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ] સમર્થ–સમાધાન પ્રશ્ન ૧૧૯૧ –જાતિ આશીવિષ, તીચ પંચેન્દ્રિય પર્યાપ્ત અને મનુષ્યમાં હોય છે. છતાં વીંછીમાં કયા આશયથી કહ્યું કે, જ્યારે તે ચૌરેન્દ્રિય છે? ઉત્તર :–જાતિ આશીવિષમાં વીંછી, દેડકો, સર્ષ અને મનુષ્ય એ ચારેયને લીધા છે. પરંતુ કર્મ આશીવિષમાં સંખ્યાતા વર્ષના સંજ્ઞી તીર્થંચ અને મનુષ્યના પર્યાપ્તા અને આઠમા સ્વર્ગ સુધીના અપર્યાપ્તા જ લીધા છે, અન્ય નહિં. પ્રશ્ન ૧૧ર –છદ્યસ્થને હવા તથા આકાશ દેખાતાં નથી, એવું શાસ્ત્રમાં આવ્યું છે તો તે કઈ રીતે સમજવું, જયારે આપણે તેને પ્રત્યક્ષ રૂપે દેખીયે છીએ? ઉતર –એ સાચું છે કે, છદ્મસ્થને હવા તથા આકાશ દેખાતા નથી. આકાશ અરૂપી છે તેથી તે દેખાય નહિ, જો કે હવા રૂપી છે, છતાં પણ દેખાતી નથી. હવાથી ઉડતા પાંદડાં, રજ, વસ્ત્રાદિ દેખાય છે પરંતુ સ્વયં હવા નહિં. પ્રશ્ન ૧૧૯–વિકલેન્દ્રિમાં મતિ અને શ્રતજ્ઞાન હેવાનું કેવી રીતે કહ્યું? જ્યારે તેમાં મન અને કાન હેતાં નથી. ઉત્તર :–વિકલેન્દ્રિયના ભવમાં તેમને જ્ઞાન ઉત્પન્ન થતું નથી પરંતુ તેમનામાંથી કઈ કઈ જીવ, પૂર્વભવથી જ્ઞાન લઈને આવે છે અને આ જ્ઞાન પણ તેઓ પર્યાપ્તા થાય તે પહેલાંજ નાશ પામી જાય છે અર્થાત તે જ્ઞાન ચાલ્યું જાય છે. પ્રશ્ન ૧૧૯૪ :–અભવ્યમાં જ્ઞાન નથી હોતું, તે તે નવ રૈવેયક સુધી કેમ જઈ શકે છે? ઉત્તર –કેઈપણ જીવને સમકિતના અભાવે જ્ઞાન નથી હોતું. નવેયકમાં તે શ્રેષ્ઠ ક્રિયાઓના પ્રભાવથી જાય છે. પ્રશ્ન ૧૧૫ –સામાયિક ચારિત્રના બે ભેદ કેવી રીતે સમજવા ઉત્તર –પ્રથમ અને ચરમ તીર્થકરના સાધુઓને જે ૭ દિવસ, ૪ મહિના અથવા ૬ મહિનામાં વડી દીક્ષા (છેદો પસ્થાપનીય ચારિત્ર) આપે છે તેથી તેમનું સામાયિકચારિત્ર અલ્પકાળનું ગણાય છે. બાવીસ તીર્થકરેના તથા મહાવિદેહ ક્ષેત્રના સાધુઓને વડી દીક્ષા આપવામાં આવતી નથી તેથી તેમનું સામાયિક ચારિત્ર જીવન પર્યતનું હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy