SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ] સમર્થ-સમાધાન કેઈ સાધુ ઉપદેશ આપે કે ખાદીના વસ્ત્ર, ઝારી, ઘડિયાળ, આદિ પદાર્થોના ભંડારમાં દાન આપે, કેમકે આ પદાર્થો જરૂરિયાતવાળાને આપીશું અને આ નિમિત્તે તપશ્ચર્યા, કાચા પાણુને ત્યાગ, ચોવીહાર, અને સામાયિક આદિ વ્રત કરાવીશું. જેથી ધર્મની વૃદ્ધિ થશે. અને તમને ધર્મવૃદ્ધિને લાભ મળશે. સાધુ પિતે આવા પદાર્થો ગૃહસ્થોને આપીને ત્યાગ-પ્રત્યાખ્યાન કરાવે છે. ઉપરોક્ત પ્રકારનું દાન દેવાવાળાને શું ફળ થાય છે? આ વસ્તુઓ આપીને ત્યાગ-પ્રત્યાખ્યાન કરાવનાર સાધુને શું ફળ અને એ વસ્તુઓને લેનાર સામાયિક આદિ તપ કરનારને શું ફળ મળે? આ ત્રણેય બાબત વિષે આપશ્રી પ્રમાણુ સાથે ફરમાવશે, શું સાધુ એને આ પ્રકારે પરિગ્રહ રાખવે, રખાવ, તથા રાખનારને ભલું જાણવું વગેરે દેશ નથી લાગતા? શું આ ધર્મ–પ્રચાર તેમજ વ્રત-નિયમ વધારવાને ઉચિત ઉપાય છે? ઉત્તર – કોઈ પણ પ્રકારે ધનને સંગ્રહ કરાવે અને ગૃહસ્થને વસ્તુઓ આપવી વગેરે સાધુને માટે કલ્પનીય નથી. આમ કરનાર સાધુ પિતાના વ્રતને દોષીત કરે છે. કમળ, કઠેર, દબાણ કરવું, વગેરે કઈ પણ પ્રકારની ભાષામાં સાધુએ આવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ નહીં. સધ, તપ, ત્યાગથી જે ધર્મને પ્રચાર થાય છે તે જ સાચે પ્રચાર છે. અને સાચી ધર્મવૃદ્ધિ છે. ભય, લજજા, ગર્વ વગેરે વિચારેથી જે આપશે તે વિચાર અનુસાર તે દાન ગણશે. આપનાર અને અપાવનારને પુણ્ય પ્રકૃતિને બંધ તે થઈ શકે છે. પરંતુ તે પ્રવૃત્તિ સમગ્ર વર્ગને શોભા આપનારી નથી. પ્રશ્ન ૧૧૪૩-કેટલા તીર્થક બ્રહ્મચારી રહ્યા? શ્રી વાસુપૂજ્યજી બ્રહ્મચારી હતા કે નહીં? ઉત્તર –મહિલનાથ અને અરિષ્ટનેમી આ બે તીર્થકરોએ લગ્ન કર્યા ન હતા, વાસુપૂજ્યજીએ લગ્ન કર્યા હતા. પ્રશ્ન ૧૧૪૪ –શ્રેણિકનો જીવ શ્રી પવનાભ રૂપે કયારે જન્મ લેશે? ઉત્તર–આવનારી ઉત્સર્પિણીના ત્રીજા આરાના ૩ વર્ષ અને ૮ મહિના વીત્યા પછી પદ્મનાભને જન્મ થશે. પ્રશ્ન ૧૧૪૫–૪ થા ગુણસ્થાનની સ્થિતિ ઉદ સાગરેપમથી કંઈક વધારે ક્યા આધારથી કહી છે? કેઈ આચાર્ય ૩૩ સાગરેપમથી કઈક વધારે માને છે. સમ્ય-દષ્ટિની સ્થિતિ દ૬ સાગરેપમથી થેડીક વધારે માને છે તે આટલી સ્થિતિ ભેગવનાર સમ્યગ્ગદષ્ટિ વચમાં અવિરતિ, અવશ્ય થાય છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy