SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ] સમર્થસમાધાન પ્રશ્ન ૧૧૨ ધર્મ પ્રચાર માટે સંત-મુનિરાજ આકાશ-વાણું–રેડિયે પ્રસારણુમાં બોલી શકે છે કે નહિ? ઉત્તર –આકાશવાણી પ્રસાર વગેરે વનિવર્ધક યંત્રોમાં બોલવું મુનિ-કલ્પથી વિરૂદ્ધ છે. પ્રશ્ન ૧૧૦૩ –ધમ–પ્રચાર માટે સંત-મુનિરાજ, ટ્રેન, મેટર, સાયકલ, હવાઈજહાજ, ટ્રામ વગેરે સાધનને કામમાં લઈ શકે છે શું? ઉત્તર ધર્મ-પ્રચાર માટે મુનિ, ટ્રેન વગેરે પ્રશ્ન-કથિત કઈ પણ સાધનને કામમાં લઈ શક્તા નથી. પ્રશ્ન ૧૧૦૪ –ધમ પ્રચાર માટે રબરના પૈડાની ગાડી, જેમાં મશીન ન હોય, પરંતુ મનુષ્ય ખેંચીને લઈ જતા હોય, તેને મુનિરાજ ઉપયોગ કરી શકે છે શું ? ઉત્તરઃ—ધર્મ પ્રચાર માટે મનુષ્ય વડે ખેંચવામાં આવતી મશીન વગરની રબરના પૈડાની ગાડીને પણ મુનિ ઉપયોગ કરી શકતા નથી. પ્રશ્ન ૧૧૦૫ મનુષ્ય અને તિર્યંચ, ગર્ભમાં વૈક્રિય કરે છે, અને ગર્ભમાં સંગ્રામ કરી શકે છે શું ? ઉત્તર –ભગવતી સૂત્ર શ. ૧ ઉ. ૭ થી સ્પષ્ટ છે કે ગર્ભમાં રહેલ સંજ્ઞી પંચેન્દ્રિય જીવ, ચતુરંગિણી સેના વેકિય કરીને શત્રુની સાથે સંગ્રામ કરી શકે છે. તથા ઠાણાંગ સૂત્રના સ્થાન ૨ ઉ. ૩ થી સ્પષ્ટ છે કે મનુષ્ય તિયચ–બનેય ગર્ભમાં વેકિય કરી શકે છે. પ્રશ્ન ૧૧૦૬ -–છાસમાંથી કાઢીને અલગ પાત્રમાં રાખવા પર માખમાં અંતમુહૂર્તમાં જીવોની ઉત્પત્તિ થઈ જાય છે એમ કેટલાક કહે છે, તો તે બરાબર છે શું? ઉત્તર –બૃહત્કલ્પના ૫ મા ઉ. થી સ્પષ્ટ થાય છે કે-તેલ ઘી વગેરેની જેમ લાવેલ માખણ પણ સાધુ ૩-૪ પર સુધી માલીશ વગેરેના કામમાં લઈ શકે છે. જે આમાં અંતર્મુહૂર્ત પછી જીત્પત્તિ થવાનું શાસ્ત્રકાર માનતા હોત, તે આટલીવાર સુધી રાખીને માલીશ વગેરે કરવાની આજ્ઞા કેમ દેત ? તથા ત્યાં માખણને છાસ, ધાવણ વગેરેમાં રાખવાનું વર્ણન પણ બતાવ્યું નથી. પિગળી જવા આદિના ભયથી છાસ, ધાવણ આદિમાં રાખે છે. પ્રશ્ન ૧૧૦૭:–મિથ્યાત્વે જીવે સકામ-નિર્જરા થઈ શકે છે કે નહિ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy