SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજે ( ૧૧૭ પ્રશ્ન ૧૦૯૭ –સંત-મુનિરાજ નિષ્પોજન એકેન્દ્રિય વગેરે જીવની હિંસા ઈચ્છાપૂર્વક કરી શકે છે શું? પ્રિયજન હિંસા કરવા વાળા મુનિનું પહેલું વ્રત ભાંગે છે કે નહિ? ઉત્તર –મુનિ, હિંસા કરી શકતા નથી. જે કરતા હોય, તે મુખ્ય રૂપે પહેલાને અને ગૌણ રૂપે અન્ય વ્રતને ભંગ થાય છે. પ્રશ્ન ૧૦૯૮ –સંત, સપ્રયજન હિંસા કરી શકે છે કે નહિ? જે કરી શકે છે, તે કયા પ્રજનથી? ઉત્તર :–સંત-મુનિરાજ સંપૂર્ણ હિંસાના ત્યાગી હોવાથી સજન પણ ઇચ્છાપૂર્વક હિંસા કરી શક્તા નથી. જે કરે, તે વ્રત ભંગ થાય છે. એટલે શાસ્ત્રકારોએ કૃત. હિંસાદિ દોષનું પ્રાયશ્ચિત ન કરવાવાળા પુલાક વગેરે નિગ્રંથને વિરાધક બતાવ્યા છે. નીચે દીધેલ વિવરણથી આ પ્રસંગમાં વધારે સ્પષ્ટીકરણ થઈ જશે હિંસાની ઇચ્છા ન હોવા છતાં પણ સંયમ રક્ષાર્થે, નિર્મળતા, અપ્રતિબંધતા માટે સ્વાધ્યાય આદિ સાધારણ યુગ પ્રવૃત્તિ કરવી, પૂજન, પ્રતિલેખન, વિહાર, નદી ઉતરવી, પાણીમાં પડેલા સાધુ-સાધ્વીને બહાર કાઢવા અને અશક્ય પરિહાર રૂપ જે મળ મૂત્રાદિને ત્યાગ, વર્ષતા પાણી અને ધુંવર આદિમાં કરે ઈત્યાદિ કાર્યોને વિધિપૂર્વક કરવા છતાં પણ, જે એકેન્દ્રિય વગેરે જેની વિરાધના થાય છે, તેનું પણ તે વિધાન અનુસાર પ્રાયશ્ચિત ગ્રહણ કરે છે. અને તેમાં પણ વિવશતાને અનુભવ કરે છે. જેમકે-ઉચ સંયમી ગૌતમ વગેરે અણગારેએ પણ ભિક્ષા લીધા પછી હિંસાની આશંકા માત્રથી જ પ્રાયશ્ચિત રૂ૫ ઈર્યાપથિક પ્રતિક્રમણ કર્યું છે. પરંતુ વરસતા પાણી, ધુંવર આદિમાં ભિક્ષા, વિહાર, ધર્મોપદેશ વગેરે શકય-પરિહાર રૂપ કાર્યો માટે તે તેઓ જવાનું રોકી જ દે છે. (જતા જ નથી. આથી સ્પષ્ટ છે કે સાધુ ઈચ્છા પૂર્વક હિંસાદિ પાપ રૂપ કાર્ય કરી શકતા નથી. પ્રશ્ન ૧૦૯ – અપવાદની પરિભાષા શી છે? ઉત્તર:–મુખ્ય વિધિમાં કોઈ ખાસ શાક્ત પ્રસંગે ઉપર જે છુટ બતાવી છે, તેને અપવાદ કહે છે. પ્રશ્ન ૧૧૦૦ –અપવાદનું સેવન કઈ અવસ્થામાં થઈ શકે છે ? ઉત્તર –મળ-મૂત્ર ત્યાગ આદિ રૂપ જે અશકય-પરિહાર શાક્ત કાર્ય છે, તેમાં જ અપવાદને આશ્રય છે, અન્યત્ર નહિ. પ્રશ્ન ૧૧૦૧ – ધર્મ પ્રચાર કરવા માટે જાણી જોઈને મુનિરાજ એકેન્દ્રિય વગેરે જેની હિંસા કરી શકે છે કે નહિ? ઉત્તર –ધર્મ પ્રચાર માટે જાણી-જોઈને મુનિ એકેન્દ્રિય વગેરે જેની હિંસા કરી શકતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy