SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો ઉત્તર :–ભગવતી શ. ૧૭ ઉ. ૨ તથા ધર્મસંગ્રહ, પંચાશક, પ્રવચન સારોદ્ધાર આદિના અનુસારે શ્રદ્ધા અને સમજપૂર્વક પચેન્દ્રિય જીવ ઘાતની વિરતિ કરવા વાળામાં ૫ મું ગુણસ્થાન માનવામાં કઈ વધે જાણ્યું નથી. પ્રશ્ન ૧૯૩૪ –જન-કલ્યાણને, ગરીબના આરામને અને બેકારપીડિતેની સુખ-સુવિધાને વિચાર કરે, તેના દુઃખ દૂર કરવા વિચારવું, કયા ધ્યાનમાં છે? શું ધમ ધ્યાનમાં છે? કેવી રીતે? કયા ભેદમાં ? ઉત્તર –પૌગલિક રૂપે જનકલ્યાણ, ગરીબોના આરામ અને બેકાર-પીડિતેની સુખસુવિધાને વિચાર કરે, તેના દુઃખ દૂર કરવા વિચારવું, આ ભેદ આર્ત-રૌદ્ર ધ્યાનમાં છે. ધર્મ ધ્યાન તો ધૃતધર્મ, ચારિત્રધર્મ સહિત છે, એથી આમાં ધર્મ નથી. પ્રશ્ન ૧૦૩૫ –ધમ ધ્યાનની યોગ્યતા કયા ગુણસ્થાનથી પ્રાપ્ત થાય છે? ક્યા સંઘયણ વાળાને? હાલ અહિં ધર્મ ધ્યાનને સદ્ભાવ મનાય કે નહિ? તત્ત્વાર્થ સૂત્રમાં તે પ્રથમના ૩ સંઘમાં જ ધ્યાનની યોગ્યતા માને છે, પછીના સંઘયણમાં નહિ, તે હમણું ધ્યાન રૂપ નિર્જરા નથી થતી શું ? પછી તે હમણું સાધુને પણ ધ્યાન નહિ હોય? ઉત્તર ધર્મ ધ્યાનની એગ્યતા ચેથા ગુ. થી છયે સંઘયણ વાળાઓમાં હોય છે. છયે સંઘયણુ વાળા મા ગુ. સુધી જઈ શકે છે. આ વાત બીજા કર્મ ગ્રંથની ૧૮મી ગાથાથી સ્પષ્ટ છે. તથા જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં અવસર્પિણીના ૫ માં અને ઉત્સર્પિણના બીજા આરાના મનુષ્યમાં છયે સંઘયણ બતાવ્યા છે, ઈત્યાદિ પ્રમાણેથી હમણા અહિંયા ધર્મ ધ્યાનને સદ્ભાવ અવશ્ય છે, એમ સમજવું. શુકલ ધ્યાન, અને ઉપશમ શ્રેણી પ્રથમના ૩ સંઘયણમાં અને ક્ષપક શ્રેણી પ્રથમ સંઘયણમાં હોય છે. આ વાત પણ બીજા કર્મગ્રંથની ૧૮ મી ગાથાથી સ્પષ્ટ છે. પ્રશ્ન ૧૩૬ –ઉપધાન તપ કેને કહેવાય? ઉત્તરઃ—જેના વડે મેક્ષને નજદીક કરાય છે, તેને “ઉપધાન” કહેવાય છે. અનશનાદિ (૧૨) બારેય પ્રકારના તપને ઉપધાનમાં સમાવેશ છે. જે સૂત્રકૃતાંગાદિની-“મોક્ષ, प्रत्युपसामीप्येन ददातीति उपधानम् अनशनादि के तपसि" આ ટીકાથી સ્પષ્ટ છે. પ્રશ્ન ૧૦૩૭ –શિષ્યને જે પ્રથમ સૂવ ભણાવાય છે, તે તપનું શું નામ છે? અને દરેક સૂત્રની પાછળ જે આયંબીલ તપ દે છે, તેની સંખ્યા કેટલી છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy