SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૮૭ પ્રશ્ન ૧૦૨૮–ગર્દતેય તુષિત દેવને પરિવાર ભગવતી શ. ૬ ઉ. પ માં સાત હજાર છે અને ૭૭ માં સમવાયાંગમાં ૭૭ હજાર દેવનો પરિવાર લખ્યો છે, આની સંગતિ કેવી રીતે થશે? ઉત્તરઃ-ગઈ તેયતુષિત દેવનો જે ૭ હજારનો પરિવાર ભગવતીમાં બતાવ્યો છે તે ખાસ પિતાના જ પરિવારની અપેક્ષાએ સંભવે છે. અને સમવાયાંગમાં જે ૭૭ હજારને પરિવાર છે, તે સામાનિક, આત્મરક્ષક, પરિષદ વગેરે બધાને મેળવીને સમજે જોઈએ, કેમકે જ્ઞાતા અધ્યયન ૮ માં લેકાંતિક દેવેની સામાનિક પરિષદ વગેરે અને તેના દેવેનું પણું વર્ણન છે એથી સમવાયાંગમાં વર્ણિત સંખ્યાની સંગતિ પણ બેસે છે. પ્રશ્ન ૧૦૨૯ જળચરની ૧૨ લાખ કુલકેડી છવાભિગમ પ્રતિ, ૩ સૂત્ર ૯૭ માં કહી છે, પરંતુ જીવાભિગમ પ્રતિ. ૩ સૂત્ર ૧૮૮માં સ્વયંભૂરમણમાં ૧૨ લાખ કુલકેડી કેવળ મસ્ય-જાતિની જ કહી છે, આની સંગતિ કેવી રીતે થશે? ઉત્તર –સૂત્ર ૧૮૮ માં મની જે ૧૨ લાખ કુલકડી બતાવી છે, તે અહિં મસ્ય શબ્દથી જળચર જાતિનું ગ્રહણ સમજવું જોઈએ. જેમ પ્રજ્ઞાપના પદ ૬ સૂત્ર ૧૨૯માં “મgવા સત્તમ પુર્વ,” અહિંયા મા શબ્દથી બધા જાચરનું ગ્રહણ થાય છે, તેમ જ ઉપરોક્ત સૂત્રમાં આવેલ મત્સ્ય શબ્દથી જળચર જાતિનું ગ્રહણ સમજવું જોઈએ, તથા જળચરના મની આકૃતિ આદિથી અનેક ભેદ છે. અન્ય જળચરેની અને આની પરસ્પર આકૃતિ વગેરે મળવાથી અન્ય જળચરેના કુલેને આમાં સમાવેશ થઈ શકે છે. આ અપેક્ષાએ પણ મત્સ્ય શબ્દથી જળચરની કુલકેડીની સંગતિ બેસી શકે છે. પ્રશ્ન ૧૦૩૦ -પન્નવણના સ્થાન પદ જયોતિષીના વર્ણનમાં ગ્રહોની અણિકા (સેના)નો ઉલ્લેખ છે, પરંતુ ઠાણાંગ અધ્યયન ૭ માં કેવળ ભવનપતિ, વાણવ્યંતર અને વૈમાનિકેની સેના વગેરેને જ ઉલ્લેખ છે, જેતિપીઓની સેનાને નહિં. ઠાણાંગની જેમ જતિષીઓની અણિકા (સેના)નો નામ નિર્દેશપૂર્વક પાઠ કયા અંગમાં છે? : ઉત્તર:–-ઠાણાંગમાં તે ભવનપતિ અને વિમાનિકની અણિકાઓનું વર્ણન છે, વ્યંતર અને તિષિઓની અણિકાઓનું નહિ, અર્થાત્ વાણુવ્યંતરની અણિકાને પણ ઉલ્લેખ ઠાણાંગમાં નથી. ભગવતી શ. ૧૦ ઉ. ૫ માં ચારેય જાતિના દેવેની અગ્રમહિષિઓ વગેરેનાં વર્ણનમાં અણિકાઓને ઉલ્લેખ છે. ક્યાંક ખુલ્લો પાડ અને ક્યાંક ભલામણ છે, તથા શ. ૩ ઉ. ૧ થી પણ આ વાત સ્પષ્ટ થાય છે. પ્રજ્ઞાપના (સ્થાન પદ) સિવાય સૂર્ય પ્રજ્ઞપ્તિ વગેરેમાં પણ જોતિષિઓની અણિકાઓનું વર્ણન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy