________________
૨૨૦ ]
સમર્થ-સમાધાન પ્રશ્ન ૭૮૦–આચારાંગમાં ૧૮ દિશિ તેમ જ ૧૮ ભાવ-દિશિ બતાવી. જેમાં ભાવ દિશિ ૧૮માં ૪ સ્થાવર ૪ દિશિ, વનસ્પતિ ચાર જાતની બતાવી. બીજ, ઝાડ, પાંદડાં અને ફળ બેઈન્દ્રિ, તે ઇન્દ્રિય, ચારઈન્દ્રિય તથા પંચેન્દ્રિય તિર્યંચ તથા ચાર જાતનાં મનુષ્ય, એક ઊંચી-દિશિ એક નીચી-દિશી, આ પ્રકારની કુલ ૧૮ દિશિ. જેમાં મનુષ્ય કર્મભૂમિ, અકર્મભૂમિ, સમુચ્છિમ અને છપન અંતરદ્વીપ, પ્રશ્ન એ છે કે છપન અંતરદ્વીપનાં મનુને અલગ કેમ લીધા? ૯ જાતના દેવતા અને સાત જાતના નારકીમાં ભાવદિશિ એક એક જ બતાવી અને મનુષ્યની ૪, વનસ્પતિની ચાર કરી દીધી, તે આનું શું કારણ? દેવતા તથા નારકીની બે જ દિક્ષા બતાવી, આખું શું કારણ છે?
જવાબ :-પ્રક્ષાપક (કથન કરવાવાળા) ની અપેક્ષાથી જે ૧૮ દિશાઓ છે, તેમાં ઊંચી નીચી-દિશા એક એક જ બતાવી છે. સાતેય નરક નીચે હોવાથી બધા નારકને એક નીચી ભાવદિશિમાં માન્યા છે. દેવ નીચે પણ છે અને ઉપર પણુ, પરંતુ ઉપર વધારે છે, એટલે બધા દેને એક ઊંચી ભાવ-દિશિમાં માન્ય છે. પૃથ્વીકાય વગેરેની કાય સ્થિતિ, નારક અને દેવની જેમ સમ્મિલિત નથી, જુદી છે. આથી ચારે (પૃથ્વી વગેરે ૪) ની ચાર ભાવ-દિશાઓ માની છે. વનસ્પતિના જીવ, કાયસ્થિતિ અને પ્રકાર વધારે હેવાથી તેની ચાર (અબીજ, મૂળબીજ, સ્કંધબીજ અને પર્વબીજ) ભાવ-દિશાઓ માની છે. બેઈદ્રિય વગેરે ચારે તિર્યંચની કાયસ્થિતિ જુદી–જુદી હવાથી ચારેની ચાર ભાવદિશાઓ ગણી છે. મનુષ્યમાં સ્વભાવ, દષ્ટિ, ગતાગત વગેરેની ભિન્નતાથી તેમની પણ ચાર ભાવ-દિશાઓ કહી છે.
પ્રશ્ન ૭૮૧–વરસાદનું પાણું જ્યાં સુધી પૃથ્વી ઉપર ન પડે, ત્યાં સુધી અચિત્ત હેવાની માન્યતા સાંભળી છે, તે તે પાણું સચિત્ત છે કે અચિત્ત? જે અચિત્ત છે, તે શું કારણ?
જવાબ :–દેવે કરેલા વરસાદની વાતને છોડીને, કુદરતી વરસાદનું પાણી પૃથ્વી ઉપર પડયા પહેલાં પણ સચિત્ત હોય છે.
પ્રશ્ન ૭૮૨–પંખા વગેરેની હવા અચિત્ત છે. પછીથી સિચિત્ત મનાય છે, આખું શું કારણ છે ?
જવાબ –પંખા વગેરેની હવા પ્રારંભમાં અચિત્ત હોય છે અને તે સચિત્તને નાશ કરે છે. પાછળથી તે સચિત્ત બની જાય છે. ગરમ પાણી, અચિત્ત માટી વગેરેની જેમ તે અચિત્ત હવા પણ કાળના અંતરે સચિત્ત બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org