SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧ ભાગ પહેલો આયુષ્યબંધની પહેલાં કે પછી પણ બીજી કેટલીય પ્રકૃતિએના નિકાચિત બંધ થઈ શકે છે. કેટલીક પ્રવૃતિઓના નિકાચિત બંધ, જીવનમાં અનેકવાર પણ થઈ શકે છે. જે પ્રકૃતિ પહેલાં નિયત બાંધી હોય, તે જ પ્રકૃતિને કાળાન્તરે નિકાચિત પણ બાંધી શકે છે. (આયુષ્યને બંધ એક ભવમાં બે વાર નથી થત) નિકાચિત બંધ પ્રદેશ ઉદય દ્વારા નથી છૂટી શકત અને નિકાચિત બંધના સંક્રમણ વગેરે પણ નથી થતા. પ્રશ્ન ૭૫૬ –આયુષ્ય બંધનાં સમયે ૬ પ્રકૃતિએને એકી સાથે બંધ થાય છે, તે તે સમયે જે જાતિ, ગતિ વગેરેના બન્ધ થાય છે, તેમાં પરિવર્તન થાય છે કે નહિ? જેવી રીતે આયુષ્ય બાંધતા સમયે સાતમી નરકની ગતિ કે ભવનપતિ દેવની ગતિ, સ્થિતિ, અવગાહનાને બંધ કર્યો. પછી પરિણામેની વિચિત્રતાથી સાતમીના પહેલી નરમાં કે ભવનપતિના વૈમાનિકમાં જઈ શકે છે, કે નહિ? જે જઈ શકે છે, તે પછી સ્થિતિ, અવગાહના વગેરેને બંધ કેવી રીતે ઘટે છે? જવાબ:–આયુષ્ય-બંધની સાથે જાતિ, ગતિ વગેરેના જે બંધ થાય છે, તેમાં કોઈ પરિવર્તન નથી થતું એટલે કે પહેલી નરકનું આયુષ્ય બાંધવાવાળા જીવ, પહેલી નરકમાં જ જાય છે. બીજી કેઈ પણ ગતિમાં નથી જઈ શકતો. આ જ પ્રકારે બધે ય સમજવું જોઈએ. પ્રશ્ન ૭પ૭:–ભગવતીસૂત્ર શતક ૨ ઉદેશા ૧ માં લખ્યું કે મડાઈ અનગાર (સાધુ) ૪ ગતિમાંથી કેઈપણ ગતિમાં જઈ શકે છે, તે અનગાર અવસ્થામાં આવું કેવી રીતે થઈ શકે છે? જવાબ – કોષ વગેરે કષાયના ઉદયથી ચારિત્ર-બ્રણ થયેલા મડાઈ અનગારને ચારેગતિમાં ભટકવું પડે છે, બીજી રીતે નહિ. પ્રશ્ન ૭૫૮ –બાદર વાયુકાયને સ્વીકાર્ય અને પરકાયનાં શસ (ઉપક્રમ) થી મર્યા વિના, ઉપકમ નહિ, તે શું કારણ? (ભગવતી શ. ૨ ઉ. ૧) જવાબ –ઉપકમ વિના વાયુકાયના જીવ મરતા નથી–આ જવાબ સપક્રમી વાયુકાયના જેની અપેક્ષાથી છે, બધાને માટે નહિ. પ્રશ્ન ૭૫૯ –ખંદકજી, ભગવાન મહાવીરસ્વામીની પાસે આવ્યા, તે સમયે ભગવાન હમેશાં ભોજન કરતાં હતાં, તે શું તપસ્યા કરતા ન હતા? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy