________________
૫
છે, જ્યાં અપેક્ષા છે, જ્યાં શરત છે, જ્યાં અહંકાર છે ત્યાં પીડા છે, બંધન છે. અશુદ્ધ પ્રેમમાં પ્રેમ એ પૂર્ણતા નથી, પ્રેમ વડે કંઈક પ્રાપ્ત કરીને પૂર્ણ થવાની માન્યતા છે. શુદ્ધ પ્રેમમાં પ્રેમ એ જ સાધ્ય છે. પ્રેમ વડે પૂર્ણતા નહીં, પ્રેમ એ જ પૂર્ણતા છે.....
જ્યારે પણ આપણે માંગીએ છીએ, બીજી વ્યક્તિને લાગે છે કે તેનું કંઈક ઓછું થયું. તેની પ્રસન્નતા ખોવાઈ જાય છે. તે પરતંત્ર છે. તે મજબૂરીથી આપે છે. તે આપે છે તોપણ કર્તવ્યના કારણે. અને પ્રેમ એટલી કોમળ, એટલી નજાકતભરી ચીજ છે કે કર્તવ્યનો ખ્યાલ આવતાં જ તે મરી જાય છે. મારે આપવું પડશે’ ‘પ્રેમ કરવો પડશે' એવો ખ્યાલ – ફરજનો ખ્યાલ આવતાં જ એ પ્રાણ તિરોહિત થઈ જાય છે કે જેના વડે તે ઉડતો હતો. અહીં પ્રેમ મરી જાય છે. સાચા પ્રેમમાં મુક્તિ છે; કર્તવ્યમાં બંધન છે, પરતંત્રતા છે.
પ્રેમ એ મનુષ્યના અંતરમાં થતી એક સૂક્ષ્મ ઘટના છે. મનમાં એનાથી સૂક્ષ્મતર ઘટના બીજી કોઈ થતી નથી. એનાથી સૂક્ષ્મ જે ઘટે છે તે મનની પાર છે, જેને આપણે ભક્તિ કહીએ છીએ. મનની અંતિમ સીમા ઉપર મનનું જે સૂક્ષ્મતર રૂપ ઘટી શકે, તે છે પ્રેમ. પ્રેમ જ્યારે નીચે ઊતરે છે અર્થાત્ કામમાં સરી પડે છે, ત્યારે તે માનસિક ઘટના શારીરિક ઘટના બની જાય છે. પ્રેમ જ્યારે મનને ઉલંઘી જાય છે ત્યારે તે ભક્તિ બને છે, આત્માની ઘટના બની જાય છે.
માંગનારને મળતું નથી
જે માંગે છે તેને મળતું નથી અને મળતું નથી એટલે તે વધારે ને વધારે માંગે છે. જેટલું વધારે માંગે છે તેટલું વધારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org