________________
આપણે આપવા ઇચ્છીએ છીએ ઓછું અને પ્રાપ્ત કરવા ઇચ્છીએ છીએ વધારે. સોદાવાળો પ્રેમ વ્યવસાય બની જાય છે. અને વ્યવસાય કલહને ઉત્પન્ન કરે છે, કારણ કે વ્યવસાયના મૂળમાં લોભ, ભેગું કરવું વગેરે ભાવ હોય છે.
આપણે હંમેશાં એના ઉપર ધ્યાન આપીએ છીએ કે “કેટલું મળ્યું?' અને નહીં કે કેટલું આપ્યું?' સંસારમાં બધાં કેટલું પ્રાપ્ત થયું?' એમાં જ ઉત્સુક હોય છે. અને તેથી એમ જ લાગે છે કે આપણે તો કેટલું બધું આપ્યું અને સામે મળ્યું કેટલું ઓછું! મા વિચારે છે કે કેટલું કર્યું દીકરા માટે, પણ દીકરાએ શું આપ્યું? પત્ની વિચારે છે કે કેટલું કર્યું પતિ માટે, પણ શું મળ્યું? પતિ પણ વિચારે છે કે પત્ની માટે આટલું કર્યું, પણ તેણે મારા માટે શું કર્યું?
જે “આપ્યું-મળ્યું' ભાષામાં વિચારે બોલે તે પ્રેમ નથી કરતો, પ્રેમના નામ ઉપર માત્ર વ્યવસાય કરે છે. દષ્ટિ જ જ્યારે પ્રાપ્ત કરવા ઉપર છે તો પ્રેમ જન્મતો જ નથી. અપેક્ષાવાળો પ્રેમ બંધન બની જાય છે. અને પછી આ પ્રેમથી સિવાય દુઃખ, અશાંતિ, પીડા, કલહ, ક્લેશ, ઝેર કંઈ જ ઉત્પન થતું નથી.
શુદ્ધ પ્રેમ એક બીજો પ્રેમ પણ છે કે જે વ્યવસાય નથી, સોદો નથી. એ શુદ્ધ પ્રેમમાં આપવું જ મહત્ત્વપૂર્ણ છે, લેવાનો ત્યાં સવાલ જ નથી. દેવામાં વાત પૂરી થઈ જાય છે. આપવું એ જ સાધ્ય છે. તે લેવા સંબંધી વિચારી જ નથી શકતો. હું પ્રેમ આપું અને નજર લેવા ઉપર રાખું તો બંધન નિર્મિત થાય છે; નજર આપવા ઉપર જ હોય તો મુક્તિનું કારણ બને છે. જ્યાં માંગ, શરત કે અપેક્ષા નથી, ત્યાં પીડા નથી, મુક્તિ છે. જ્યાં માંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org