________________
હવે તે અદૃશ્ય કિનારા ઉપર લઈ જવા તૈયાર થઈએ.
પરમકૃપાળુદેવની અસીમ કૃપાથી આપણા સૌની નાવ દ્રશ્ય કિનારો છોડી અદશ્યના કિનારે પહોંચે એ જ મંગળ ભાવના.
***
હે પરમકૃપાળુદેવ!
તું ખૂબ આઘે છે. આકાશ જેટલો આઘે અને છતાંય એક દિવસ અવશ્ય હું તને આંબી જઈશ. મને શ્રદ્ધા છે કે તારી પાસે પહોંચ્યા વિના હું નહીં રહું. તારો પ્રેમ મને તારી પાસે લઈ આવશે.
૩૫
તારા નામ સાથે આંખમાં અનાયાસે ઊભરાઈ આવતાં આંસુનું અમૃત પીને, તારા સ્મરણના સબળ સેતુ પર ચાલીને પહોંચીશ તારી પાસે. તારી ભાવદશાને પામવી એ જ છે એક સઘન લગન. દિવસ અને રાત, એક જ વાત. એક જ જપ. એક જ તપ. અનંત પ્રેમ અને અનંત પ્રતીક્ષા. આપણે જરૂર મળીશું અને એક થઈશું. તારો અનુગ્રહ મને સાક્ષાત્ પ્રાપ્તિ કરાવીને જ રહેશે. સમુદ્રમાં માછલી થઈને મારે અલગ નથી વહેવું. નદી થઈને ભળી જવું છે મારે. વિલીન થવું છે મારા વહાલા વિભુની વિરાટતામાં.........
Jain Education International
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
શ્રીસદ્ગુરુચરણાર્પણમસ્તુ
For Private & Personal Use Only
www.jainelibrary.org