________________
૩૪
છે ત્યારે શ્રીગુરુ તેનાથી દૂર સરકવા લાગે છે, તેને વિરહ આપે છે, પોતે અંતર્ધાન થઈ જાય છે.....એટલા બધા દૂર થઈ જાય કે દેખાય નહીં, અદશ્ય થઈ જાય! હવે જો એ પ્રેમ ટકી જાય તો એ દૃશ્યનો નહીં પણ અદશ્યનો પ્રેમ છે એમ સિદ્ધ થાય છે. એક રૂપાંતરણ ઘટિત થાય છે. આપણો જે દ્દશ્ય માટેનો પ્રેમ, એને અદૃશ્ય માટેનો પ્રેમ બનાવવા માટે શ્રીગુરુ પોતે અદૃશ્ય થઈ જાય! અદશ્યનો પ્રેમ આપણને પોતાની નિકટ લાવે છે.
શિષ્ય પોકાર કરે છે કે આ વિરહનો હવે અંત લાવો અને મને મળો. શ્રીગુરુ કહે છે કે જરૂર, પણ હવે આ કિનારે નહીં, બીજા કિનારે અદૃશ્યના કિનારે! હવે બીજા રૂપે સ્વરૂપે! બહાર જુદા જુદા રૂપે મળી ઘણી વાર વિખૂટા પડ્યા, હવે અંતરમાં મળીશું - ક્યારેય પણ વિખૂટા ન થવા માટે! વિરાટ બનીને નામ-રૂપથી પર. દેહરૂપે નહીં. શ્રીગુરુ એટલા દૂર થતા જાય, અદશ્ય થઈ જાય કે તમે એમના દેહને ભૂલી જાઓ. દેહ ખોવાઈ જાય. દેહ દેખાતો બંધ થઈ જાય. પણ પછી સર્વત્ર તમે એમને અનુભવો! એક દિશામાં નહીં.....સર્વ દિશામાં!
શ્રીગુરુ એની તૈયારી કરાવે છે, એનો અભ્યાસ કરાવે છે. દેશ્યના કિનારે આવી શકીએ તે માટે શ્રીગુરુએ સમાગમ આપ્યો. દશ્યના કિનારા ઉ૫૨થી અદૃશ્યના કિનારા ઉપર જવા માટે તેઓ વિરહ આપે છે. વિરહ જ પ્રેમને ભક્તિમાં રૂપાંતરિત કરે છે, અને ભક્તિ મોક્ષ અપાવે છે.
હવે શ્રીગુરુ મળશે બીજા કિનારે. શ્રીગુરુએ આપણને વાસનામાંથી પ્રેમ સુધી પહોંચાડ્યા. હવે ભક્તિ જગાડશે જ છૂટકો! શ્રીગુરુ પેલા કિનારે આપણી પ્રતીક્ષા કરે છે, પણ આપણે આ કિનારે અટકીને રહ્યા છીએ. તો આપણે આપણી પ્રેમની નાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org