________________
૨ ૨.
વિરહ સુખદાયક - વિરહમાં આટલી પીડા હોવા છતાં પ્રભુ તેને સુખદાયક માનવાનું કહે છે. શું કારણ હશે? જ્યાં સુધી વિરહ વેદાય છે, ત્યાં સુધી “તું” મહત્ત્વનો રહે છે, પરમાત્માનું પ્રાધાન્ય રહે છે. વિરહ બંધ થાય અને “હું'ની ધૂળ જામવા લાગે છે. વિરહની વેદના હોય ત્યાં “તુંહી તુંહી' હોય છે, “હું'નો ત્યાં અવકાશ નથી. આ અનાદિ જક્કી “હું'ને મટાડવા પ્રતિપળ વિરહવેદના જોઈએ. એ સજાગતા લાવે છે. એની હાજરીમાં અહં ઉત્પન્ન કે પુષ્ટ થતો નથી. તેથી વિરહને સુખદાયક કહ્યો છે. અભાગિયા છે ને કે જેને વિરહ જાગ્યો જ નથી. ધન્યભાગી છે તે કે જેને વિરહની વેદના જાગી છે, જે પરમાત્મા માટે આંસુ સારી શકે છે. આ વેદનામાંથી જ નવું જીવન ઉત્પન્ન થશે. મહાભાગ્યશાળી છે તેઓ કે જેમને વિરહાગ્નિ દ્વારા હરિની સાક્ષાત્ પ્રાપ્તિ થઈ ચૂકી છે..... - વિરહની વેદના એટલી પ્રગાઢ હોય છે! છતાં કોઈ ભક્તને એમાંથી મુક્ત થવું નથી. જો કોઈ સમજાવે કે “છોડો પરમાત્માને! ક્યાં મળે છે તેઓ? નાહકની પીડા સહેવી!' તો પરમાત્માને - તેમના સ્મરણને છોડવા પ્રેમી તૈયાર થતો નથી. મીરાં, ચૈતન્ય વગેરે બધાં પ્રેમી ભક્તોને લોકોએ તેમનું પાગલપણું છોડવા માટે ખૂબ સમજાવ્યા કે વિરહકાળ આટલો દુ:ખદાયક છે તો શા માટે પરમાત્માની પાછળ પડવાનું છોડી દેતા નથી? શા માટે મહેલમાં કે ઘરે પાછા ફરી સંસારમાં સુખો ભોગવતાં નથી? પરંતુ તેમણે પોતાનું પાગલપણું ન છોડ્યું. મીરાંબાઈ કહે છે કે “ધેલા અમે ભલે થયા રે, અમને ઘેલામાં ગુણ લાવ્યો.' .
તે ભક્તોને પરમાત્માનું અનુસંધાન અત્યંત પ્રિય હતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org