________________
૨ ૧
પરમાત્માનો સૂરજ ઊગે એ માટે આતુર છે નયન, બેચેન છે હૃદય. તેથી આંખનો પલકારો પણ તે મારતો નથી અર્થાત્ નિમિષમાત્ર સમય માટે પણ, અલ્પ પણ માત્રામાં પ્રમાદ નથી કરતો. બસ, પ્રતીક્ષા કરે છે એ રથની કે જે તેનાં દ્વાર ઉપર અટકવાનો છે. દિવસ-રાત તે આંખ ખુલ્લી રાખે છે અર્થાત્ જ્ઞાનને સન્મુખ રાખે છે. સતત જાગરણની આ અવસ્થા એ જ છે ધ્યાન.
' હવે નહીં ચૂકું કબીરજી કહે છે - જો અબકે પ્રીતમ મિલે, કરું નિમિખ ન ન્યારા; અબ કબીર ગુરુ પાઈઆ, મિલા પ્રાણ પિયારા.”
હે પરમાત્મા! હે પ્રિયતમી મળ્યા તો હશો તમે પહેલાં ઘણી વાર, વહ્યા તો તમે હશો અનેક વાર, પરંતુ હું જ સૂતો હતો. આવ્યા તો હશો અનેક વાર તમે મારા દ્વાર ઉપર, પણ હું જ ભૂલી ગયો હતો. ગમે તેટલું ભટક્યો, તમે તો સાથે જ હતા. પરંતુ મેં જ મૂઢમતિએ તમને ઓળખ્યા નહીં. કેટલાંય રૂપોમાં તમે મને મળ્યા હશો. મેં રૂપ જોયું પણ તમને ન જોયા. અંધ હતો. અનેક વાર મળ્યા પણ મેં જ ઓળખ્યા નહીં. તમે સમયે સમયે આવ્યા અને હું દર વખતે ચૂક્યો..... પણ હવે નહીં ચૂકું. હવે હું સજાગ થઈ ગયો છું. બકરું નિમિખ ન ન્યારા'. એક ક્ષણ પણ તમારાથી અલગ નહીં રહું. હવે હું તમને અલગ નહીં કરું. હવે નહીં ચૂકું, કારણ કે “અબ કબીર ગુરુ પાઈઆ, મિલા પ્રાણ પિયારા'. હવે નહીં ચૂકું. ગુરુ મળી ગયા છે, ગુરુએ મને જાગૃત કર્યો છે. હવે તો કોઈ પણ રૂપમાં આવે, કોઈ પણ પર્યાયમાં ઝળકે, હું પકડી જ લઈશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org