SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧, સમુદ્રમાં સ્થિતિ કરી રહ્યા છે. હું તેની ઉપરના ભાગમાં પૃથ્વીથી દશ જન સુધી જઈને આસપાસ બન્ને બાજુ દશ દશ જનના વિસ્તારવાળી બે શ્રેણીઓ આવી રહેલી છે. ૧૦૦ વળી તે પર્વત ઉપર રત્નમય એવું ઉત્તમ સિદ્ધાયતન વિરાજે છે, કે જે શાશ્વતી પ્રતિમાઓથી યુક્ત હોઈને એ પર્વતના મુકુટ જેવું શોભી રહ્યું છે. ૧૦૧ અને ત્યાં સિદ્ધદેવની સ્ત્રીઓનાં ગીતશ્રવણુથી આકર્ષાયેલાં ચિત્તવાળા અને તેથી જ સ્થિર થયેલાં નેત્રોવાળા ખેચરે, મનુષ્યજાતિના હોવા છતાં દેવો જેવા જણાય છે. હવે એ પર્વતની દક્ષિણ તરફની શ્રેણિમાં “સ્વપુર નામનું શ્રેષ્ઠ નગર આવેલું છે, કે જેને જોઈને દેવતાઓ પિતાની અલકા નગરીમાં રહેવા માટે પણ નિરૂત્સુક બન્યા છે. ૧૦૩ એ નગરમાં પિતાની કીર્તિ અને પ્રતાપ વડે ચંદ્ર તથા સૂર્યને પરાજય કરનાર “હેમરથ” નામને બેચર રાજા રાજ્ય કરતે હતો.૧ ૦૪ તે રાજની કાંતિ સ્વાભાવિક રીતે જ પ્રદીપ્ત હાઇને અનેક વિદ્યાઓ વડે વિશેષ તેજસ્વી જણતી હતી અને તે પોતે પણ પાશોથી જેમ સિંહ અજેય છે તેમ, શત્રુઓથી અજેય હતો.૧૦૫ એ રાજને “હેમમાલા”નામની સતી શિરોમણિ સ્ત્રી હતી. તેણે પિતાના નિર્મળ ચારિત્ર્યના ગુણથી પોતાના પતિના ચિત્તને આનંદ પમાડતી હતી. એક દિવસે રાજા હેમરથ રાત્રે નગર ચર્ચા જોવા માટે નગરમાં ફરતો હતો. તેવામાં કોઈ એક સ્થળે તેણે આ શ્લોક સાંભ –૧૦૭ सर्वत्र धवला हंसा मयूराश्चित्रिताः पुनः । सर्वत्र जन्ममरणे भोगाः सर्वत्र भागिनाम् ॥ १०८ ॥ હંસે સર્વ સ્થળે ધોળા હોય છે, મયૂરો સર્વ સ્થળે ગબેરંગી હોય છે, જન્મ તથા મરણ પણ સર્વ સ્થળે હોય છે અને ભેગી પ્રાણીઓને સર્વસ્થળે ભેગો આવી મળે છે. ૧૦૮ ( ૧૬ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy