________________
પાત્રદાન વિષે શખરાજ કથા,
મંડળ બનાવ્યું અને ચંદન, અગર, કપૂર, કસ્તૂરી તથા કેસર વગેરેથી તે મંડળનું પૂજન કરી તેમાં પેલી રાજપુત્રીને બેસાડી. ૪૦૪ તે પછી પોતે નાસિકાના અગ્રભાગમાં દૃષ્ટિ સ્થાપીને શાંતપણે જાણે કોઈ મંત્રનું સ્મરણ કરતો હોય તેમ, ધ્યાન લગાવીને બેસી ગયે. ખરેખર સર્વ ઠેકાણે આડંબરોજ જય થાય છે. ૪૦૫ શંખકુમાર જો કે શુદ્ધ હત–નિષ્કપટી હતો છતાં તે સમયે તેણે હૃદયમાં કુટિલતા કરી હતી. કેમકે જેનું નામ પ્રિયવંદ હોય તે મનુષ્ય, શું પોતાના નામને સત્ય કરે છે ? ૪૦ જેમ કોઈ એક ધનુષ ઉત્તમ વંશ (વાસ) માં જગ્યું હોય અથવા તેને ગુણ (ર) પિતાના ગુણનામને ધરાવતા હોય તો પણ કાર્યકાળે તેનામાં વક્રતા થાય તો તે કંઇ નિંદ્ય ગણ્ય નહિ તેમ, આની વક્તા પણ અનિંદ્ય છે. તે પછી પેલી રાજપુત્રીનો દોષ યક્ષની શક્તિથી તુરતજ દૂર કરાયો. યક્ષે તેણનો દોષ હરી લીધો. કેમકે જગતમાં બળવાન કરતાં પણ અધિક બળવાન હોય છે. ૪૦ ૮ જેમ ચંદ્રની મૂર્તિ રાહુરૂપ દોષથી મુક્ત થાય તેમ, એ રાજપુત્રી પિતાના શરીર દોષથી મુકત થઈ અને સૂર્યોદય સમયની કાંતિની પેઠે શરીરને અધિક શોભાવનારી કાંતિથી યુકત થઈ. ૪૦૯ તે વેળા તેણીનાં માતપિતા વગેરે સંબંધીઓ મદનમંજરીને નીરોગી થયેલી જાણીને તેણુને પુનર્જન્મ થયો હોય તેમ માનવા લાગ્યાં, ૪૧૦ અને મદનમંજરીને વર આ ગુણગ્રાહ્ય રાજકુમારજ થાય તો સારું, આ વિચાર કરી કુમારને કહેવા લાગ્યા–૪૧૧ “ તમે પિતાનાં દર્શન આપીને જેમ અમારી દૃષ્ટિને કૃતાર્થ કરી છે તેમ, હવે પાણિગ્રહણ કરીને આ અમારી પુત્રીને કૃતાર્થ કરે.”૪૧૨ પછી શંખે કહ્યું કે, કોઈ એક પુરુષ કેવા ગુણવાળે છે,
યા કુળને છે–વગેરેને જ્યાં સુધી નિશ્ચય ન થાય ત્યાં સુધી તેને પિતાની પુત્રી કઈ રીતે આપવી ન જોઈએ. જ18 શંખનું એ વચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org