________________
પાત્રદાન વિષે શંખરાજ કથા.
પછી ત્યાં ભોજન કરીને કુમાર, નંદિ તથા ચંદિ નામના પિતાના બે ગણો સાથે જેમ શંકર જાય તેમ, તેઓ બન્ને સાથે ત્યાંથી આગળ ચાલ્યો. ૩૮૩ માર્ગમાં આકાશ માર્ગ ગમન કરીને યક્ષે, કુમારની દૃષ્ટિને આનંદ આપવા માટે અનેક પ્રકારની ચેષ્ટાઓ કરી અને તેના મનને આશ્ચર્ય પમાડયું. ૩૮૪ વળી તે વેળા કઈ એક મુસાફર રથમાં બેસીને જતો હતો, તેની સ્ત્રીને યક્ષે હરી લઈને અંતહિત કરી દીધી, ત્યારે પેલો મુસાફર, આકુળવ્યાકુળ થઈને કુમારના પગમાં પડ્યો અને વિલાપ કરવા લાગ્યો કે, હે દેવ ! કાઈ અલક્ષ્ય પ્રાણીએ મારી સ્ત્રીને હરી લીધી છે. ૩૮૫-૩૮૬ તે સાંભળી કુમારે હસીને. તેને કહ્યું – “અલ્યા એ બાયલા ! પિતાની સ્ત્રીનું પણ જે તું રક્ષણ કરી શકતો નથી, તો પછી મસ્તક શુન્ય મનુષ્યોનું રાજ્ય ચાલ્યું જોય, એમાં શું આશ્રર્ય છે?” ૩૮૭ પછી તે વેળા યક્ષ પણ પ્રત્યક્ષ થઈને બે ---“હે સ્વામી! આ મુસાફર પિતાના ભાતાની સાથે આખો રથ તમને જે અર્પણ કરી દે તો પોતાની સ્ત્રી મેળવે” ૩૮૮ તે સાંભળી કુમારે કહ્યું -“મારે એના રથની કંઈ જરૂર નથી, તું એને એની સ્ત્રી સોંપી દે.” કુમારના એ કહેવાથી યક્ષે તેની સ્ત્રીને પ્રકટ કરી. ૩૮૯ એવા પ્રકારની તે યક્ષની ચેષ્ટાઓ જેઈને કુમારે મનમાં વિચાર કર્યો કે મને, આનંદ આપવા માટે આ નાટકી ૫ણું ઠીક મળી આવ્યો છે. ૩૯૦ ફરી પણ માર્ગમાં પોતાના સ્વામીને વિનદ આપવા માટે યક્ષે કેટલીક સ્ત્રીઓને વસ્ત્રરહિત કરી મૂકી અને કેટલીકને કાપી નાખેલા કેશવાળી કરી મૂકી. ૩૧ વળી કઈ એક મુસાફરના રથને બળદો વિનાને કરી બળદ વિના પણ વેગથી દડી જાતે બનાવ્યું. ૩૯૨ એ પ્રમાણે તે યક્ષ ભકિતવાળા સેવકની પેઠે કુમારના પરિશ્રમને દૂર કરવા માટે જાત જાતની ચેષ્ટાઓ કરવા લાગે. ૩૯૪ અને કુમાર પણ તેણે
( ૭ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org