SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૨. લાગે, ૩૧૮ જેમ સૂર્ય ક્ષણેક્ષણે જુદી જુદી રાશિઓમાં સંચાર કરે છે તેમ, એ રાજપુત્ર પણ ક્ષણે ક્ષણે રાજા પ્રત્યે તથા રાણી પ્રત્યે જવા લાગે. ૧૯ જે સમયે ધાવણ ધાવવાની ઉત્સુકતાથી તે રાજકુમાર સમીપમાં આવતો હતો ત્યારે રાણી તેને બેલાવીને ભેટી પડતી હતી અને તે વેળા તેના મુખરૂપ મદનું પાન કરીને એટલી બધી મૂછિત (મસ્ત) બની જતી હતી કે કઈ પણ વસ્તુનું તેને સ્મરણ રહેતું ન હતું. ર૦ જેમ બીજને ચંદ્રમા સર્વને આનંદદાયી થાય છે, અને પ્રત્યેક દિવસે એક એક કળાથી વૃદ્ધિ પામે છે તેમ, એ રાજકુમાર પણ સર્વને આનંદદાયક થઈ પ્રત્યેક દિવસે શરીરથી તથા તેજથી વૃદ્ધિ પામવા લાગ્યા.૩ર૧ ક્રમે ક્રમે પગલાં મૂક્તાં શીખીને ઘુઘરીઓના શબ્દો સાથે સાથે તે ખેલવા લાગ્યો, જેથી બાળકો સાથે ક્રીડા કરવામાં અજાણ્યા દેવતાઓને પિતે જાણે હસી કાઢતો હોય તેમ લાગતું હતું. તેના પિતાએ પણ પગલાં મંડાવવા સમયનું દાન તથા શૌરકર્મ ( બાળ મોવાળા ઉતરાવવા તે ) વગેરે સર્વ ક્રિયાઓ મેટા ઉત્સવપૂર્વક કરી. ૩૨૩ તે કુમાર વસંત આદિ પોતાના મિત્ર સાથે જેમ કામદેવ ક્રીડા કરે તેમ, સમાન વયના પોતાના મિત્રો સાથે પિતાની ઈચ્છાનુસાર નિરંતર ક્રિીડા કરવા લાગ્યો. ૩૨૪ તે પછી પોતાના પુત્રને અધ્યયન કરવાને યોગ્ય થયેલે જાણું પિતાએ વિદ્યાભ્યાસ કરવા માટે એક ઉપાધ્યાયને સત્કારપૂર્વક અર્પણ કર્યો.૩૨૫ એટલે તે કુમાર પણ તક્ષણે સમગ્ર કળાઓને ગ્રહણ કરવા લાગ્યો અને ઉપાધ્યાયને પિતાને પણ “ આ શું પૂર્વ જન્મમાંથી જ ભણી આવ્યું હશે ” આવા પ્રકારનું આશ્ચર્ય ઉત્પન્ન કરવા લાગ્યો.૩૨ જેમ અગત્યે સર્વ સમુદ્રોને કંઠસ્થ કર્યા હતા (તેઓનું જેમ પાન કર્યું હતું) તેમ, એ કુમાર પણ સર્વ કળાઓને કંઠસ્થ કરી જગતમાં અનંત મહિમાને પ્રાપ્ત થયો-જગતમાં સર્વોત્કૃષ્ટ-સર્વોત્તમ થયો. ( ૭૨ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy