SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પાત્રદાન વિષે શંખરાજ કથા. આપ્યો અને પછી તે શંખ મોતી જેમ છીપમાં પ્રવેશ કરે તેમ, તેણના મુખમાં થઈ ઉદરમાં દાખલ થયો. ૨૮૮ આ સ્વમ જોઈને રાણું જાગી ઉઠી. તેનું શરીર હર્ષના આવેશથી જાણે બમણું થઈ ગયું, તેણે પોતાના પતિ પાસે જઈ પોતે જોયેલું સ્વપ્ન આદરપૂર્વક તેને કહી સંભળાવ્યું. ૨૮૯ પિતાના કાનને અમૃત જેવું તે વચન સાંભળીને રાજાનું શરીર રોમાંચવ્યાપ્ત થઈ ગયું. ૨૦ તેણે પિતાની બુદ્ધિ સાથે સ્વપ્ન વિષે વિચાર કર્યો અને પછી રાણી આગળ તે સ્વપ્નનું સંપૂર્ણ ફળ કહ્યું – “હે સુંદરિ ! સર્વ પ્રકારની પૂજાઓમાં વિષ્ણુની પેઠે વિજયશીલ (અર્થાત વિષ્ણુની પેઠે સર્વ સ્થળે પ્રથમ પૂજાને પામનાર) પુત્ર તને થશે.” ૨૯૧ રાજાનું એ વચન સાંભળી હર્ષથી, કાકડીના વેલાની પેઠે સર્વોગે કંટક્તિ-રેમાંચિત થયેલી રાણી પિતાના વસ્ત્રને છેડે ગાંઠ બાંધીને તે સ્વપ્નને પોતે ગ્રહણ કર્યું હોય તેમ કરવા લાગી. ૨૯૨ તે પછી પિતાના પતિની અનુજ્ઞા લઈ પોતાના નિવાસસ્થાનમાં ગઈ એટલે તે જ સમયે તેના ઉદરમાં દેવલોકમાંથી એક દેવ અવતર્યો. ૨૯૩ રેહણાચલની ભૂમિ ચિંતામણિ રત્નને જેમ ધારણ કરે તેમ, તેના ઉદરે સર્વે સંસારમાં સારરૂપ અને સમૃદ્ધિને આપનારા પુત્રને ધારણ કર્યો. ૨૯૪ અનુક્રમે તે ગર્ભ વૃદ્ધિ પામવા લાગ્યો અને દેવની પૂજા, મેટાં દાન તથા ઉપકાર કરવા-વગેરે શુભ દેહલા કરવા લાગ્યો. ૨૫ રાજાએ પણ રાણીનાં તે તે સમગ્ર દેહલા પૂર્ણ કર્યા, કેમકે તેવા ભાગ્યશાળી પુરુષોના કાર્યમાં શું કદી વિલંબ થાય? ૨૬ એ રીતે પોતાના મનને અનુકૂળ આહાર, વિહાર, શયન, આસન, વસ્ત્ર તથા અંગવિલેપન–વગેરેથી પ્રસન્ન થયેલી રાણું ગર્ભનું પિષણ કરવા લાગી. ૨૭ તે પછી ગર્ભના મહિના તથા દિવસો જ્યારે પૂર્ણ થયા અને સમગ્ર ગ્રહો પોતપોતાના ઉચ્ચ સ્થાનોમાં ( ૬ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy