SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૨. શ્રાવિકાઓની સમક્ષ પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં મોટા ઉત્સવપૂર્વક શ્રીદેવગુણસુરિએ પોતાના સ્થાન પર સિદ્ધસૂરીને * આચાર્ય કર્યા. ૨૫૭-૧૫૮ તે વેળા સજજન આશાધરે એવા પ્રકારનું સંઘવાત્સલ્ય કર્યું કે જેથી બીજા સર્વ દર્શની લોકોને વસ્તુપાલનું સ્મરણ થઈ આવ્યું. ૨૬૦ પછી અનુકમે શ્રીદેવગુપ્તસૂરિ સ્વર્ગમાં ગયા એટલે તેમને જ્યાં સંસ્કાર થયો હતો તે પૃથ્વી પર આશાધરે પગલાં કરાવ્યાં. ૨૬ એ રીતે શ્રીસિદ્ધસૂરિની સ્થાપના કરવાથી સજજન આશાધરની લક્ષ્મી, અધિકાધિક વધવા લાગી. ૨૬રે તે પોતે પણ દેવામાં તથા મનુષ્યમાં પૂજ્ય બની મહાન મંદરાચળ પર્વતની સ્થિતિ ધારણું કરવા લાગ્યું અને યાચકને સર્વ ઈચ્છિત પ્રકારનાં દાન આપવામાં કલ્પવૃક્ષ જેવો થઇ પાયો.૬૩ તેને ઘેર આચાર્ય મહારાજના બબ્બે સાધુઓ નિર્દોષ ભાત પાણીમાટે યથાસચિ ભિક્ષાએ જતા હતા ૨૬૪ ઉપરાંત જે સાધુઓ ગચ્છમાંથી બહાર નીકળી જઈને એકલા વિહાર કરતા હતા તેઓની તે (તેને ઘેર) કેાઈ સંખ્યા કરવાને પણ સમર્થ ન હતો. ૨૬૫ વળી બીજા ગીઓ, તાપસે, બ્રાહ્મણો, રંક મનુષ્યો, કાર્પેટિકે (એટલે ફાટલાં તૂટલાં કપડાં પહેરી મુસાફરી કરનાર યાત્રાળુઓ), ભાટ, ચારણો તથા ગવૈયાઓ-એ સર્વને પણ તેઓની ઇચ્છાનુસાર તે આપતો હતો. ૨૬૬ એ રીતે આશાધર વાચકોની આશાને ધારણ કરનાર થઈ પડ્યો અને પોતે સત્વ-ધર્યપરાક્રમ)-વાળો હોવા છતાં પણ બીજા સ (પ્રાણીઓ)નો ઉપકારક થઈ પડ્યો. ૨૬૭ તેને રત્નશ્રી નામની પત્ની હતી. તે પણ અત્યંત ભાગ્યશાળી હતી. જેમ આકાશ તથા તારામંડળને પ્રકાશિત શ્રીબાળચંદ્રને જ આચાર્ય પદ અર્પણ કરતી વેળા શ્રીસિદ્ધસૂરિ એવું નામ આપેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy