________________
સંમૂર્ચ્છિમ મનુષ્યની હિંસાની પરંપરા ઊભી થાય છે. ઘણા ધાર્મિક પ્રસંગોમાં અને ધાર્મિક સંસ્થાઓમાં આવી કાળજી હોતી નથી.
૧૨.) હોટલ-લારી વગેરે ઉપર કોઈ પણ ભોજન ન લેવું. કેમ કે ત્યાં સંમૂર્છિમ મનુષ્યોની વિરાધના ઘણી હોય છે.
૧૩.) સ્થંડિલ (સંડાસ) બહાર ખુલ્લામાં જ જવાય તો સારૂં. વર્તમાનમાં પાતાળ કુવાવાળા સંડાસોથી હિંસકતા વધી છે. મનુષ્યની વિષ્ટા પાતાળકુવામાં એકઠી થાય છે અને સંડાસ ગયા બાદ અડધી ડોલ જેટલું પાણી પણ અંદર નાંખવું પડે છે. અંદર તડકો વગેરે ન મળવાથી અને પાણી પણ સાથે હોવાથી વિષ્ટા સૂકાતી નથી. બે ઘડી બાદ અનેક વર્ષો સુધી અસંખ્ય સંમૂર્છિમ મનુષ્યોના જન્મ અને મરણની પરંપરા ચાલે છે, વળી તેમાં અનેક પ્રકારના ત્રસ જીવો પણ ઉત્પન્ન થઈ જાય છે. માટે વર્તમાન કાળના સંડાસો એટલે જીવહિંસાની ફેક્ટરી છે. સંડાસનું પાપ ઘણું જ મોટુ છે. તે નરકનું દ્વાર છે, માટે પાપભીરૂ આત્માઓએ આ પાપથી કોઈ પણ હિસાબે બચવું
જોઈએ.
૧૪.) મૂતરડી વગેરેમાં જઈને પેશાબ ન કરવો. જ્યાં પેશાબ બે ઘડીમાં સૂકાઈ જાય તેવા સ્થાનનો ઉપયોગ કરવો ઉચિત છે.
૧૫.) પિત્ત કે વૉમિટ વગેરે થાય ત્યારે તેને ધૂળ કે રમ્યા સાથે બરાબર મિશ્ર કરી દેવા.
૧૬.) ગળામાં કફ થયો હોય અને વારે-વારે કફ નીકળતો હોય તો જ્યાં-ત્યાં થૂંકવું નહિ. એક નાની કુંડીમાં રમ્યા રાખી તેમાં કફ કાઢવો અને પછી સળી દ્વારા તે કફને રખ્યામાં મિશ્ર કરી દેવો.
૧૭.) ઘણી વ્યક્તિઓને પાનપરાગ, તમાકુ, માવો કે પાન વગેરે ખાવાની કુટેવ હોય છે. આવી વ્યક્તિઓને હાલતાં-ચાલતાં રસ્તામાં પિચકારી મારવાની પણકુટેવ હોય છે. જો તે પિચકારી (ટૂંક) નીચે કીડી આદિ આવે તો મરી જાય અને બે ઘડીએ ન સૂકાય તો સંમૂર્ચ્છિમ મનુષ્યોની વિરાધના થાય. માટે પાનપરાગાદિ ખાવાનું કે પિચકારી મારવાનું છોડી દેવું જોઈએ.
૧૮.) લોહી, પરૂ વગેરે શરીરથી છૂટા પડે તો બે ઘડીમાં સૂકાઈ જવા જોઈએ. તે માટે
રખ્યાદિમાં મિશ્ર કરી દેવા.
ટુંકમાં, આપણાં (માનવના) શરીરમાંથી છૂટી પડતી કોઈ પણ પ્રકારની
રસોડાનું તત્ત્વજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
1
૭૯
www.jainelibrary.org