SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમું વ્રત: સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત: જમીન, મકાન, રોકડ વગેરે સંપત્તિની મર્યાદા આ વ્રતમાં નક્કી કરવાની હોય છે. છઠું વ્રત: દિવિરતિ ગુણવ્રતઃ ચાર દિશા-ચાર વિદિશા-ઉપર અને નીચે એમ દશ દિશામાં અમુક પ્રમાણથી વધુ દૂર જવું નહીં, તેવી પ્રતિજ્ઞા આ વ્રતમાં લેવાની હોય છે. અથવા અમુક ગામ, રાજ્ય કે દેશની બહાર ન જવું, તેવી પ્રતિજ્ઞા આ વ્રતમાં લેવાની હોય છે. આ પ્રતિજ્ઞા લેવાથી છૂટ રાખેલ ક્ષેત્રની બહારના સમગ્ર વિશ્વ સાથેના બધા જ પાપો સાથેનો આપણો પાપસંબંધ તૂટી જાય છે. કેટલો મોટો લાભ? સાતમું વ્રત: ભોગોપભોગ વિરમણ ગુણવ્રત : જે ચીજ એક જ વખત વાપરી શકાય તે ભોગ સામગ્રી કહેવાય. જેમ રોટલી, દાળ, મીઠાઈ, વિલેપન વગેરે. જે ચીજ વારંવાર વાપરી શકાય તે ઉપભોગ સામગ્રી કહેવાય. જેમ ઘરેણાં, વસ્ત્ર, પગરખા વગેરે. આવી ભોગ અને ઉપભોગ સામગ્રી બાબતે અહીં પ્રતિજ્ઞા લેવાની હોય છે. ૨૨ અભક્ષ્ય, ૧૫ કર્માદાન ધંધા વગેરેનો આ પ્રતિજ્ઞામાં સમાવેશ થાય છે. ચૌદ નિયમો ધારનાર પણ આ અંગેના ઘણા બધા પાપથી બચી જાય છે. આઠમું વ્રત: અનર્થદંડ વિરમણ ગુણવ્રત: (૧) ખોટા વિચારો (૨) પાપ કર્મનો ઉપદેશ (૩) હિંસક વસ્તુઓ બીજાને વાપરવા આપવી અને (૪) વિના કારણે કે મનોરંજનાદિ નિમિત્તે કરાતા પાપકાર્યો આ ચારેય અનર્થદંડ કહેવાય. જે પોતાના કે સ્વજનાદિ નિમિત્તે કરવું જ પડે તેમ હોય, વળી જે કર્યા વિના ગૃહસ્થાશ્રમનું પાલન ન થઈ શકે તેમ હોય તે અર્થદંડ (કારણે કરવું પડતું પાપ) કહેવાય. પરંતુ જે પાપ તેવા કોઈ કારણ વિના જ કરાયતે અનર્થદંડ કહેવાય. આવા અનર્થદંડવાળા પાપોનો શ્રાવકોએ વધુમાં વધુ ત્યાગ કરવો જોઈએ. નવમું વ્રત: સામાયિક શિક્ષા વ્રત: રોજ, મહિનામાં કે વર્ષમાં અમુક સામાયિક કરવાનો અહીં નિયમ લેવાનો હોય છે. દશમું વ્રતઃ દેસાવગાસિક શિક્ષા વ્રતઃ મહિનામાં કે વર્ષમાં અમુક દેસાવગાસિક કરવાનો અહીં નિયમ લેવાનો હોય છે. જે દિવસે દેસાવગાસિક કરો તે દિવસે તપમાં ઓછામાં ઓછું એકાસણું કરીને આઠ સામાયિક અને સવાર-સાંજના બે પ્રતિક્રમણ કરવાના હોય છે. અગિયારમું વ્રત : પૌષધ શિક્ષા વ્રત: મહિનામાં કે વર્ષમાં અમુક પૌષધ કરવાનો અહીં નિયમ લેવાનો હોય છે. Jain Education International For Private & Personal Use Only રસોડાનું તત્ત્વજ્ઞાન : ૬ ૩, સર
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy