SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ બાર વ્રત પહેલું વ્રતઃ સ્કૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત: નિષ્કારણ નિરપરાધી ત્રસ જીવોને મારી નાખવાની બુદ્ધિથી (ઈરાદાપૂર્વક-જાણીબુઝીને) મારી નાખવા નહિ તથા બીજા પાસે મારી નખાવવા નહિ. શું તમે ત્રસ જીવોને મારી નાખવાના ઈરાદાથી મારી નાખો છો ખરા? જો ના... તો આ પ્રતિજ્ઞા તમારા માટે સરળ છે. સ્કૂટર, બસ વગેરે નીચે, મકાનાદિ બનાવવા, ખેતી, રસોઈ વગેરે પ્રસંગે ઘણા ત્રસ જીવો મરતાં હોય છે, પરંતુ તે અંગેની પ્રતિજ્ઞા નથી. પ્રતિજ્ઞામાં સ્પષ્ટ છે કે મારી નાખવાના ઈરાદે મારવા નહીં તથા બીજા પાસે મરાવવા નહીં. વળી પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિ એ પાંચ ત્રસ ગણાય નહીં. તે અંગેની પણ અહીં પ્રતિજ્ઞા આપવામાં આવી નથી. આ પ્રતિજ્ઞા લેનાર મચ્છર-ઉંદર-વાંદા વગેરે મારવાની દવાઓનો ઉપયોગ કરી શકશે નહીં. ગર્ભપાત વગેરે પાપમાં પડી શકશે નહીં. આ પ્રતિજ્ઞા લેનારને પૃથ્વી વગેરેની હિંસાનું પાપ તથા ઈરાદા વિના થતી હિંસાનું પાપ ચાલું રહે છે. પણ તેમાં શકય તેટલા પાપથી બચવાની અને હૈયામાં દરેક જીવ પ્રત્યે કરુણા પેદા કરવાની ભાવના કેળવવી જોઈએ. બીજું વ્રત: સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત : દુષ્ટ મનોવૃત્તિથી કે તીવ્ર સંકલેશથી કન્યા, ગાય, ભૂમિ, થાપણ અને સાક્ષી સંબંધમાં મોટા જૂઠ બોલવા નહીં-બીજા પાસે બોલાવરાવવા નહીં. જેમ, લગ્ન જોડવા માટે છોકરી યોગ્ય ન હોવા છતાં ખૂબ સારી છે' તેમ કહેવું. કોઈના લગ્ન ન થવા દેવા કે છૂટાછેડા કરાવવા માટે છોકરી સારી નથી તેમ કહેવું. આ જૂઠમાં દુષ્ટ મનોવૃત્તિ કારણ છે. આ રીતે જમીન વગેરે સંબંધમાં પણ આવા મોટા જૂઠ બોલવા નહીં. ત્રીજું વ્રતઃ સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત: જે ચોરી કરવાથી ચોરીનું કલંક લાગે અને રાજદંડ થાય અથવા વ્યવહારમાં ચોર કહેવાઈએ તેવી મોટી વસ્તુઓની ચોરી કરવી નહિ તથા કરાવવી નહિ ચોથું વ્રતઃ સ્થૂલ મૈથુન વિરમણ વ્રત: (૧) દેવ-દેવી સાથે અબ્રહ્મનો ત્યાગ (૨) તિર્યંચ સાથે અબ્રહ્મનો ત્યાગ (3) પરસ્ત્રીગમન-વેશ્યાગમનનો ત્યાગ (૪) સ્વસ્ત્રી સંતોષ. ટુંકમાં સદાચારી બનવું. રસોડાનું તત્ત્વજ્ઞાન - ૬૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy