________________
પાઠ-૪ : ચલિત રસ વાળા પદાર્થો ન ખવાય
ખાદ્ય પદાર્થોને ટકવા માટે અમુક સમય મર્યાદા હોય છે. તે પછી તે બગડવા માંડે છે. અલબત્ત તેમના વર્ણ, ગંધ, સ્વાદ વગેરે પલટાઈ જાય છે. તેને ચલિત રસ કહેવામાં આવે છે. આવા ચલિત રસ વાળા પદાર્થો અભક્ષ્ય બને છે. કેમકે તેમાં અસંખ્ય બેઈન્દ્રિય જીવો તથા નીલ-ફગ ઉત્પન્ન થાય છે, વળી આરોગ્યને પણ તે નુકસાનકર્તા છે. આવા ચલિત રસ વાળા પદાર્થોના ભક્ષણથી ઘણી વાર ફૂડ પોઈઝન, ઝાડા-ઉલ્ટી વગેરે થવાનો પણ સંભવ રહે છે. (૧) રોટલા, રોટલી, ભાખરી, દાળ, ભાત, શાક, ખીચડી, શીરો, લાપસી, ભજીયા, થેપલા, પુડલા, વડા, નરમપુરી, ઢોકળા, પુરણપુરી, માલપુઆ, હાંડવો, ઈડલી, ઢોંસા, કચોરી, સમોસા વગેરે જે દિવસે બનાવ્યા હોય તે જ દિવસે ચાલે. બીજે દિવસે વાસી ગણાય છે. તેમાં પાણીનો અંશ હોવાના કારણે રસજ-લાળીઆ બેઈન્દ્રિય જીવો ઉત્પન્ન થાય છે. માટે તે ખવાય નહીં તેમજ કુતરા વગેરેને ખવડાવાય પણ નહીં. જે દિવસે બનાવ્યું હોય તેની સાંજ સુધીમાં નિકાલ કરી દેવો જોઈએ. (૨) દૂધનો માવો તેમજ માવો બનાવ્યા પછી બુરું ખાંડ ભેળવીને બનાવવામાં આવતાં પેડાં જે દિવસે માવો બનાવ્યો હોય તે જ દિવસે ચાલે, બીજે દિવસે વાસી થવાથી અભક્ષ્ય છે. વાસી માવાની બનેલી કોઈપણ વસ્તુ વપરાય નહીં. (બજારના માવા પ્રાયઃ વાસી જ હોવાથી બજારના માવા, પેંડા તથા માવાની અન્ય ચીજો અભક્ષ્ય જ સમજવી. પ્રભાવના વગેરેમાં આપવી ઉચિત નથી.)
જો માવો ઘીમાં શેકીને લાલ-કડક બનાવ્યો હોય અથવા દૂધમાં ખાંડ નાખીને ચૂલે હલાવતા હલાવતાં પેંડા બનાવ્યા હોય અથવા દૂધને ફાડીને ચૂલા ઉપર જ ખાંડ ભેળવીને પેંડા કે માવાની બરફી બનાવી હોય તો તે વાસી બનતાં નથી. અલબત્ત બીજે દિવસે પણ ચાલી શકે છે. માવાની બરફીમાં માવો ઢીલો રહી ગયો હોય તો બીજા દિવસે અભક્ષ્ય બને છે.
ગુલાબજાંબુમાં માવો વાસી થાય છે અને ચાસણી કાચી પડે છે, માટે બીજે દિવસે રાખી શકાય નહીં. તે જ રીતે રસગુલ્લા, રસમલાઈ વગેરે બધી કાચી ચાસણી વાળી બંગાળી મીઠાઈઓ બીજે દિવસે અભક્ષ્ય છે.
ઘારીમાં સેકેલો માવો વપરાય તો પણ ઘારીનું ઉપરનું પડ ઘીમાં સખત રીતે તળાતું નથી. માત્ર ઉકળતાં ઘીમાં ઝબોળીને કાઢી લેવાય છે, માટે ઉપરનું પડ રોટલીની
વાનું - ૨ ૧ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only