SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભની બેબીનો હૃદયદ્રાવક પત્ર સારૂં થયું તમે મને પહેલાં જ મારી નાખી : વ્હાલા મમ્મી ડેડી! તીર્થરૂપ મમ્મી અને પપ્પા, હું આ પત્ર તમને લખી રહી છું ખરી, પરંતુ લખતી વેળાએ હું મોટી મૂંઝવણ અનુભવું છું. તમારી કૂખે મારો જન્મ થયો હોત તો તમે મારાં માતા-પિતા જરૂર ગણાત. પરંતુ તમે તો મારો જન્મ થાય તે પહેલાં જ મારી હત્યા કરી નાખી. એટલે તમે માબાપ તો કેવી રીતે ગણાઓ ? પરંતુ છેવટ સુધી તમારૂં જ લોહી મારા શરીરમાં હતું અને એટલા માટે તમે મારા મા-બાપ ગણાવ તો પણ તમને તીર્થરૂપ કઈ રીતે કહી શકાય ? કેમકે તમે તો મારો જન્મ થાય એ પહેલાં જ મારૂં ખૂન કર્યું. મા ! તારા પેટમાં ગર્ભશય્યા પર આનંદથી હાથપગ રમાડતી રહેતી અને આનંદ કરતી હતી. નહોતી ઠંડી, નહોતી ગરમી. અદ્ભૂત હૂંફ મળતી હતી. મને ખાવા-પીવાની પણ ચિંતા નહોતી. મા! તું જમે એ દ્વારા હું જમી લેતી. તારા હૃદયના ધબકારા પડ્યા પડ્યા ગણવાની બહુ મજા પડતી. ત્રણ અઠવાડિયે તમને હું દીકરી હોવાની જાણ થઈ ત્યારે તમે નર્વસ થઈ ગયા હતાં. હું દીકરી છું માટે હું તમને નહોતી જોઈતી અને માટે તમે મારી હત્યા કરવા તૈયાર થઈ ગયા હતાં. પરંતુ મમ્મી-પપ્પા, એવો પણ એક વિચાર રહી રહીને મનમાં આવ્યા કરે છે કે જે કાંઈ થયું તે સારું જ થયું કે તમે મને જન્મ લઉં તે પહેલાં જ મારી નાખી. કારણકે નહીં તો અનિચ્છનીય માથે પડેલી દીકરી તરીકે મારો આશ્રય કેટલો દુઃખી હોત. કુટુંબ નિયોજનના નામે તમે અમારી હત્યા કરતાં જ રહો છો અને સાથે સરકારી નોકર હો તો બોનસ પણ મેળવો છો. ખૂન કરવા માટે બોનસ. સારું થયું તમારા સભ્ય (!) સમાજમાં મારે જીવવું પડે તે પહેલાં જ તમે મને મારી નાખી. અજન્મા બાળકની નોંધપોથી ૫ ઓક્ટોબર : આજે મારા જીવનની શરૂઆત થઈ. મારા માતા-પિતા હજી આ જાણતા નથી. હું સફરજનના બીજ જેટલી નાની છું, પણ મારૂં અસ્તિત્વ સ્થાપિત થઈ ગયું છે, હું અસ્તિત્વમાં આવી ગઈ છું. હું એક છોકરી થઈશ. મારા વાળ કાળા હશે અને આંખો રસોડાનું તત્ત્વજ્ઞાન ૧૦૯ www.jainelibrary.org Jain Education International તમારી....... શું લખું ? For Private & Personal Use Only
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy