SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ કાળી હશે. બધું જ બરાબર વ્યવસ્થિત થઈ ગયું છે. એ હકીકત પણ છે, કે મને ફૂલો ખૂબ જ ગમશે. ૧૯ ઓક્ટોબર : કોઈ કહે છે કે હું એક સાચી વ્યકિત નથી. ફક્ત મારી માતાનું જ અસ્તિત્વ છે. પણ જેવી રીતે એક રોટલીનો નાનો ટુકડો જ છે તેવી રીતે હું પણ એક સાચી વ્યક્તિ છું. મારી માતા અને હું બન્ને સાચી વ્યક્તિ છીએ. ૨૩ ઓક્ટોબર : મારું મોઢું ખુલવાની હવે શરૂઆત થઈ છે. જરા વિચારો તો ખરા, એકાદ વર્ષમાં તો હું હસતી અને બોલતી થઈ જઈશ, હું જાણું છું કે મારો પહેલો શબ્દ ‘‘મા’’ હશે ! ૨૫ ઓક્ટોબર : આજે મારું હૃદય ધબકવાનું શરૂં થઈ ગયું. હવે આજથી મારી બાકીની જીંદગી સુધી એ અટક્યા વગર ધબક્યા કરશે. અને ઘણાં વર્ષો પછી એ થાકી જશે અને ધબકવાનું અટકી જશે. એટલે હું મૃત્યુ પામીશ. ૨ નવેમ્બર : હું દરરોજ થોડી થોડી મોટી થાઉં છું. મારા હાથ અને પગને આકાર મળવાના શરૂ થયા છે. પણ, મારા આ નાના પગ મને મારી માના હાથ સુધી પહોંચાડે અને આ નાના હાથ ફુલો ભેગા કરે, અને માતા-પિતાને વળગે એ માટે હજી મારે લાંબો સમય રાહ જોવાની છે. ૧૨ નવેમ્બર : ટચુકડી આંગળીઓ મારા હાથ ઉપર આકાર લેવા માંડી છે. ઓહ ! કેટલી નાની છે એના વડે હું મારી માના વાળ ઓળીશ. ૨૦ નવેમ્બર : આજે જ ડૉક્ટરે ‘‘મા'' ને મારા અસ્તિત્વની જાણ કરી. ઓહ ! એ કેટલી ખુશ થઈ હશે ? મા ! તું ખુશ છે ને ! છે ૨૫ નવેમ્બર : મારા માતા-પિતા કદાચ મારા માટે નામ વિચારતા હશે. પણ તેઓ તો હજી જાણતા પણ નથી કે હું છોકરી છું. મને ‘મીરાં'' કહેવડાવવું ગમશે. હું મોટી થતી જાઉં છું. Jain Education International રસોડાનું તત્ત્વજ્ઞાન For Private & Personal Use Only ૧૧૦૭ www.jainelibrary.org -
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy