SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ દર વર્ષે વિશ્વમાં પાંચ કરોડ ગર્ભપાત થાય છે. દર વર્ષે એક વિશ્વયુદ્ધ જેટલા માનવોનો સંહાર ગર્ભમાં જ થાય છે. હાય પાપ! આવું પાપ કોઈ કદી કરજો મા! ગર્ભનો બાળક બોલે છે... હે મા ! સોનોગ્રાફી દ્વારા તને ખબર પડી કે હું બેબી છું, તેથી તું એકદમ નર્વસ થઈ ગઈ અને મને કપાવી નાખી. તો ઓ મા ! તું પણ તારી મમ્મીના પેટમાં બેબી ન હતી? તને પણ કપાવી નાખી હોત તો? હે મા ! સારું થયું તેં મને કસાઈ ડોકટર પાસે ગર્ભમાં જ મારી નખાવી. કેમકે તમારા આવા સભ્ય (!) અને આવા શિક્ષિત (!) સમાજમાં જીવવાનું પાપ તો મારે માથે ન ટીંચાયું! હે મા! જગતની હરિયાળી પર નાચવાના મને કોડ હતા. ઉમંગથી મા-બાપની મસ્તી માણવાના મને રંગ હતા. સાઘુઓના ચરણમાં આળોટવાના અને અભરખા હતા. હે મા ! ભૂખ્યાઓના ભોજન માટે અને દુઃખીઓના દુઃખ દૂર કરવા માટે મારે આ ધરતી ઉપર જનમ લેવો હતો. પણ ઓ મા! તેં તો વગર ગુન્હાએ હોસ્પિટલના ક્રૂર ઘાતકીઓ પાસે મને મારી નખાવ્યો. મા! તારા પેટને મારી કબર બનાવતા તને શરમ પણ ન નડી? મા! આજના ડોકટરો જૂઠા છે, ક્રૂર અને ઘાતકી છે અને અમારામાં જીવ નથી હોતો તેવી તમારી માન્યતાઓ પણ જૂઠી છે. ડોક્ટરનું ધારદાર શસ્ત્ર જ્યારે અમારી નજીક આવે છે, ત્યારે ગભરાઈને ભાગવા જઈએ છીએ. પણ અમે ભાગીને ક્યાં જઈએ? અને અમારી મૂંગી ચીસ પણ કોણ સાંભળે ? ઓ મા... ! તને આ પાપ કદી નહીં છોડે ! અમારા નિસાસા તને સળગાવી નાખશે. ભગવાન તારું ભલું કરે! હે મા! સારું થયું કે તેં મને ગર્ભમાં જ પતાવી દીધી. જન્મીને તારા જેવી શયતાન માતાનું મોટું જોઈને મારે મારી આંખોને અભડાવવી પડત. રસોડાનું તત્ત્વજ્ઞાન - ૧૦૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy