SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ આવો દઢ સંકલ્પ કેળવો. (૨) કોઈ સદ્ગુરૂના આશિર્વાદ સાથે વ્યસનનો ત્યાગ કરો. ગુરૂના આશિર્વાદમાં અચિત્ય શક્તિ હોય છે, તે કદી ભૂલશો નહીં. (૩) દંડ રાખો. જેમ કે એક તમાકુ-બીડી-સિગારેટ સામે રૂા. ૧૦૦/- દેરાસરના ભંડારમાં નાંખવા કે અન્ય કોઈ શુભ કાર્યમાં એ જ દિવસે વાપરવા. અથવા ઊભા ઊભા પ૦ ખમાસમણ આપવા. (૪) કોઈ પણ પ્રકારના વ્યસન ધરાવતાં મિત્રો વગેરેનો ત્યાગ કરો. તેમના વાતાવરણથી દૂર થઈ જાઓ. તથા હોટેલ, પાનના ગલ્લાં વગેરેથી છેટા રહો. સારા મિત્રોનો સંગ શરૂ કરો. ગુરૂ ભગવંતોનો સત્સંગ-પ્રવચન વગેરે વધારો. તમારા વિચારોના પરિવર્તનથી તમારૂં જે જીવન ઘડાશે, તે એવું હશે કે ફરી તમે વ્યસનમાં ફસાશો જ નહિ. (૫) બને તો એક ઝાટકે વ્યસન છોડી દો. તેનાથી જે તકલીફ ઊભી થાય તેની બહુ પરવા ન કરો. તે તકલીફ ટેમ્પરરી જ રહેશે. તમે બેફિકર બનો. એટલું જ નહીં, વ્યસનથી છૂટ્યો, તેવા આનંદની અનુભૂતિ કરો. છતાં તમારું મન નિર્બળ હોય તો ધીરે ધીરે ઘટાડો કરતાં જઈને થોડા દિવસોમાં કે થોડા અઠવાડિયામાં વ્યસનને સંપૂર્ણ નાબૂદ કરો. (૬) વ્યસનની તલપ જાગતી હોય અને મન લલચાઈ જતું હોય તો સાદી વરિયાળી, અજમો, લવિંગ વગેરે પાસે રાખીને ક્યારેક મોંમાં મમરાવીને મનને મનાવતા શીખો. પણ વ્યસનને ફરી સ્થાન કદી ન આપો. (૭) તમાકુ, બીડી, સિગારેટ વગેરે વ્યસનોને ધિક્કારતાં શીખો. તેને આવકાર મત આપો. A CIGARETTE HAS FIRE AT ONE END AND A FOOL AT THE OTHER END. સિગારેટના એક છેડે અગ્નિ હોય છે અને બીજા છેડે મૂરખ! રસોડાનું તત્ત્વજ્ઞાન - ૯૬ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy