SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ એવો માનસિક ભ્રમ પેદા થાય છે કે તમાકુ, બીડી, સિગારેટ વિના વધુ કામ ન કરી શકાય, તેના વિના ચિત્ત સ્વસ્થ ન રહી શકે, તેના વિના સંડાસ ન થાય વગેરે. આ બન્ને કારણસર આ વ્યસનીઓ પોતાના વ્યસનને ફગાવી દેવા માટે નબળા પડી જાય છે. પરિણામે શરીર અનેક રોગોનું ઘર બને છે અને રીબાઈ રીબાઈને મોતને ભેટવું પડે છે. વ્યસન છોડી દેવાથી થોડા જ દિવસોમાં તમારા નબળા પડેલા અંગો-અવયવો ફરી મજબૂત થવા માંડશે. તેથી તમારું આરોગ્ય સારૂં બનશે અને તે દીર્ઘકાલીન બનશે. ધૂમ્રપાનમાં આવતું ટાર એટલું ખતરનાક રસાયણ છે કે નિયમિત રૂપે ચામડી ઉપર એક જ જગ્યાએ લગાવવામાં આવે તો થોડાક મહિનામાં જ તે જગ્યાએ ચામડીનું કેન્સર થઈ જાય છે. ચેતવણી: એક સિગારેટ કે બીડી, આશરે છ મિનિટનું આપનું આયુષ્ય ઘટાડે છે. લોહીના ઊંચા દબાણ અને ધૂમ્રપાનને સીધો સંબંધ છે. ધૂમ્રપાનથી લોહીનું દબાણ વધે છે. (HIGH BLOOD PRESSURE) લોહીના ઊંચા દબાણથી બ્રેઈન હેમરેજ જેવી અંતિમ તબક્કાની બિમારીનો પણ ભોગ બનાય છે. ધૂમ્રપાનમાં આવતા ઝેરી વાયુ-કાર્બન મોનોક્સાઈડથી લોહીમાં રહેલું હિમોગ્લોબીન પણ ઝડપથી તેમાં શોષાઈ જાય છે. પરિણામે લોહી, શરીરમાં યોગ્ય રીતે પ્રાણવાયુ પૂરું પાડી શકતું નથી. આથી હૃદયને વધુ શ્રમ પડે છે - વધુ લોહી ફેંકવું પડે છે. વળી, હૃદયના સ્નાયુઓને પણ પ્રાણવાયુ તૂટે છે. તેથી હૃદય નબળું પડે છે. ધૂમ્રપાનથી નિકોટીનને લીધે શુક્રાણુઓની સંખ્યા ઘટે છે. જે ધૂમ્રપાન કરનારમાં વ્યંધત્વ પણ લાવી શકે છે. હેરોઈન કરતાં પણ વધુ ઝડપી અને ખતરનાક અમેરિકાના સર્જન જનરલે કાયદેસર રિપોર્ટ રજૂ કરીને જાહેર કર્યું છે કે કોકેઈન કે હેરોઈન જેવાં ભયાનક કેફી દ્રવ્યોની જેમ જ ધૂમ્રપાનની આદત છોડવાનું અઘરું છે.... તમાકુમાં રહેલું નિકોટીન માત્ર સાત જ સેકન્ડમાં (એટલે કે લોહીમાં હેરોઈનના સીધા જ લીધેલા ઈજેક્શન કરતાં પણ બમણી ઝડપથી) મગજ પર કાબૂ જમાવી લે છે. થોડીક જ મિનિટોમાં તો લોહીમાં તેનું પ્રમાણ ઘણું ઊંચે ચઢી જાય છે. કોઈ પણ વ્યસનને છોડવું સહેલું છે... (૧) તમારૂં મનોબળ મજબૂત કરો. મરવાની તૈયારી છે, પણ વ્યસન તો નહીં જ... ત્વજ્ઞાન - ૯૫ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy