SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ થી ૨૭ Kev શક્તિવાળા છે. જે વધુ નુકશાનકારક છે. ટી.વી. સ્ક્રીન પરથી દર કલાકે એટલા બધા એક્ષ-રે કણ (Photone) ઉત્સર્જિત થાય છે કે ટી.વી. સેટથી ગમે તેટલો દૂર બેઠેલો પણ એક્ષ-રે કિરણોની માઠી અસરથી સલામત રહી શકે નહિ. આજે તો ૧૦ ૪ ૧૨ ફૂટના માપવાળી રૂમમાં ટી.વી. સેટ હોય છે અને તે સેટની નજીક બેસીને બધા કલાકો સુધી કાર્યક્રમો જોતાં હોય છે. આ બધાનું અને તેમની ભાવિ પેઢીનું શું ? સરકારે અને વિજ્ઞાનીઓએ આ ખતરાનો ઊંડો વિચાર કરીને સત્ય હકીકત પ્રગટ કરીને ટી.વી. પાછળ પાગલ બનેલી જનતાને ભવિષ્યની માઠી અસરોથી બચાવી લેવી જોઈએ. માતા-પિતાઓએ પોતાના આખા કુટુંબને બચાવી લેવા માટે હિંમતભેર ટી.વી. સેટને ઘરમાંથી દૂર કરી દેવો જોઈએ. નહીં તો જોનારા તમામ અને તેમની ભાવિ પેઢી કુસંસ્કારોથી અને રોગોથી પાયમાલ થશે. ઃ સ્વાધ્યાય : પ્ર-૧ : ખાલીજગ્યા પૂરો. (9). એ ... ની કતલ કરી છે અને નો વિનાશ નોતર્યો છે. (૨) જેઓ ..... જુએ છે, તેઓ મોતની પ્રતિક્ષા કરી રહ્યા છે. (૩) ટી.વી.નું સંચાલન થી થાય છે. પ્ર-૨ : ટુંકમાં જવાબ લખો. (૧) આધુનિક યુગમાં માનવીકેવો બન્યો છે? (૨) ડૉ. એચ. પી. શોએ કરેલ પ્રયોગ લખો. (૩) ડૉ. વિગ્નોરનો ટી.વી. માટેનો અભિપ્રાય જણાવો. (૪) રંગીન ટી.વી. તો વધુ ખતરનાક છે. શા માટે ? (૫) મા-બાપોએ આખા કુટુંબને બચાવી લેવા શું કરવું જોઈએ ? પ્ર-૩ : મુદ્દાસર જવાબ લખો. (૧) મા-બાપોએ જ ટી.વી. જોવાનું બંધ કરી દેવું જોઈએ. શા માટે ? (૨) ટી.વી. સેટથી શું શું નુકશાન થવાની પૂરી સંભાવના છે ? (૩) ટી.વી. દ્વારા શારીરિક નુકશાનો કેવી રીતે પહોંચે છે ? મુદ્દાઓ તૈયાર કરો. (૪) ટી.વી.થી ગર્ભના બચ્ચાને શી રીતે કેવું કેવું નુકશાન પહોંચે છે ? Jain Education International -X-X-X For Private & Personal Use Only રસોડાનું તત્ત્વજ્ઞાન – - ૮૯ www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy