________________
વૈજ્ઞાનિકો કહે છે કે જે ગર્ભવતી સ્ત્રી ટી.વી. જુએ છે, તે તેના ગર્ભના બચ્ચાને શારીરિક અને માનસિક રીતે ઘણું નુકશાન પહોંચાડે છે. ટી.વી. જોવાની પ્રત્યેક પળે ગર્ભના બાળકો ઉપર ઘેરી અસર પડે છે.
ડૉ. વિગ્નોર કહે છે કે અમેરિકાના બાળકોમાં લોહીના કેન્સરનો જે રોગ ફેલાયો છે, તેનું મુખ્ય કારણ ટી.વી.ના કિરણોની અસર જ છે. તેઓ લખે છે કે અમેરિકાના બોસ્ટન શહેરની એક જ ઈસ્પિતાલમાં અસાધ્ય રકત-કેન્સરથી પીડાતા ૬૦૦ બાળકો છે. એરીઝોના રાજ્યના ટકસન નગરમાં તથા આસપાસ વિસ્તારમાં ૨૫૦૦ બાળકો રક્ત-કેન્સરથી પીડાય છે. આમટી.વી સેટ કેન્સર, અંધત્વ અને મૃત્યુ આપનાર હોવાથી આ છૂપા દુશ્મનથી ચેતતા રહેવાની જરૂર છે.
ડી. ઈ. બાર્લ્સ અને ડેનિસ ટેયલર પોતાના પુસ્તકમાં લખે છે કે પુરુષ અને સ્ત્રી બન્નેના શરીરમાં વંશવૃદ્ધિ કરનારા કોષોમાં ધાગા જેવા ૨૪-૨૪ નાના ક્રોમોસોમ (Chromosomes) હોય છે. પ્રત્યેક ક્રોમોસોમમાં હજારો જેન્સ (Genes) હોય છે. ગર્ભમાનાં બાળકના શારીરિક અને માનસિક ગુણધર્મ આ જેન્સના ગુણ અને ક્રોમોસોમમાં તેમની સ્થિતિ ઉપર આધાર રાખે છે. ફક્ત એક જ એક્ષ-રે જેન્સ પર પડે તો તેમની સ્થિતિમાં પરિવર્તન થઈ શકે છે અથવા ક્રોમોસોમ રૂપી ધાગા એક કે વધુ જગાએ તૂટી શકે છે. જે ગર્ભના બાળક ઉપર મોટું નુકશાન નોતરે છે. તેના કારણે ભવિષ્યમાં જન્મનાર બાળક અલ્પ આવરદાવાળાનીવડે છે અથવા તેઓ સંતાન ઉત્પન્ન કરવા માટે નકામા બને છે. ટૂંકમાં એક્ષ-રે આવનારી ઘણી પેઢીઓ પર માઠી અસર પાડી શકે છે.
આ જ લેખક લખે છે કે એક્ષ-રે લોહીમાનાં શ્વેતકણોની સંખ્યામાં ઘણો ફેરફાર કરી શકે છે. રોગ અને ઝાડાની તકલીફ પણ ઊભી કરી શકે છે. જો એક્ષ-રેની સંખ્યા ઘણી વધે તો અનેક લોકો મૃત્યુ પણ પામી શકે છે.
કેટલીક વાર તો વર્ષો બાદ કિરણોની ખતરનાક અસર દેખા દેતી હોય છે. આવી અસરો લોહીના, ચામડીના અથવા હાડકાના કેન્સરરૂપે દેખાય છે. આ કિરણોની અસરથી વહેલું ઘડપણ આવે છે. ઘણીવાર આંતરડાની અંતરત્વચાને પણ નુકશાન પહોંચે છે.
ઘણા શ્રીમંતો ઘરમાં રંગીન ટી.વી. વસાવીને ખુશ થાય છે, પણ તે તો ઘણું અસલામત છે, બ્લેક એન્ડ વ્હાઈટ ટી.વી.માંથી ઉત્પન્ન થતાં એક્ષ-રે આશરે ૧૬ થી ૧૯ Key શક્તિવાળા હોય છે, જ્યારે કલર ટી.વી.થી ઉત્પન્ન થતાં એક્ષ-રે આશરે
રસોડાનું તત્ત્વજ્ઞાન - ૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org