SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ 'પાઠ-૧૭ : મોતના મસાલા તમાકુ એક છોડ છે, તેના પાંદડા માત્ર બીડી, સિગારેટમાં જ નહીં, પરંતુ છીંકણી રૂપે સુંઘવામાં અને ગુટખા રૂપે ચાવવામાં પણ વપરાય છે. તે બધી જ રીતે ખૂબ નુકશાનકારક છે. તમાકુના ખેતરોને વાડ હોતી નથી, કેમકે કોઈ પણ પશુ તમાકુ ખાતા નથી-તેના પાંદડાંને ચાવતા નથી. એક માત્ર માણસ (!) જ આ તમાકુનો ધૂમ ઉપયોગ કરે છે. તમાકુના પનારે પડીને આરોગ્ય અને આયુષ્યને ખતમ કરનારા તથા પાછળ પત્નીને વિધવા બનાવનારા અને બાળકોને નબાપા બનાવનારા તથા દવાઓ પાછળ ઘરને બરબાદ કરનારા આ વ્યસની માણસોને માણસ શી રીતે કહેવાય? પશુઓ પણ તેમને પોતાની જ્ઞાતિમાં દાખલ કરે નહીં, કેમકે એક પણ પશુ તમાકુનું વ્યસન ધરાવતું નથી. સમગ્ર હિન્દુસ્તાનમાં આ તમાકુએ મોટો તરખાટ મચાવ્યો છે. આજે સરકાર કે પ્રજા કોઈ આ માટે જાગ્રત નથી. અનેક શ્રીમંતો સિગારેટ ફૂંકવી એ સભ્યતા (!) સમજે છે. કોલેજના યુવાન-યુવતીઓ સિગારેટ-ગુટખાનો શોખ ધરાવે છે. મજૂરી કરનારા ગામડાના માણસો મજૂરી સારી રીતે થાય તે માટે બીડીઓ ફૂંકે છે, આ બધાય તમાકુની ખતરનાકતા સામે બિલકુલ અંધ છે. જેઓ પોતાના વર્તમાનના જીવનના ભાવિને લક્ષમાં રાખી શકતા નથી, તેમના માટે શું કહેવું? તમાકુ વિશે લખવાનો આ મારો પ્રયત્ન તમાકુ અંગેની ભયાનકતાનું વાચકોને જ્ઞાન થાય અને સમજુ વાચકો એક ધડાકે ત્યાગ કરી દે, એ માટે છે. એક જૈન ભાઈ રોજની ૮૦ બીડી ફૂંકતા હતાં, મારી પ્રેરણા થતાં તેમણે એક ઝાટકે કાયમ માટે | બીડીનો ત્યાગ કરી દીધો. એક જૈન ભાઈએ મારું પ્રવચન સાંભળીને જીંદગીભર માટે ગુટખાની પ્રતિજ્ઞા કરી દીધી. તેમણે મને કહેલ કે, ‘સાહેબજી ! તમાકુથી કેન્સર થાય છે, વગેરે તો હું જાણતો જ હતો. પણ છતાંય હું તમાકુ છોડી શકતો ન હતો. આજે મારી બૈરી ઝગડો કરીને મને વ્યાખ્યાનમાં ખેંચી લાવી. તમે જ્યારે પ્રવચન આપતાં હતાં, ત્યારે હું ગુટખા ચાવતો હતો.' રસોડાનું તત્ત્વજ્ઞાન - ૯૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy