________________
ચેપન્ન મહાપુરુષોના ચરિત તેને વિચાર કરવામાં આવે તે ખદબદતા કીડાઓના સમુદાય, અશુચિ મળ અને ઉકરડા સરખું આ શરીર છે અને અનિષ્ટ પાપના પરિણામે-ફ ભોગવવાનું આ કેદખાનું છે. બહારનાં માગી લાવેલાં આભૂષણેથી શોભિત કરેલ હંમેશાં સારસંભાળ, પાલન કરવા યોગ્ય દુર્જન સરખા શરીરને વિચાર કરીએ તે, એમાં સુંદર શું દેખાય છે ? દરેક સમયે આ શરીરનાં બેલ, બુદ્ધિ, રૂપ, યૌવનના ગુણે અને આયુષ્ય ઘટતાં જાય છે, પછી આને શરીર કેવી રીતે કહેવું ? આ પ્રમાણે નિર્ગુણ શરીરમાં પણ ખરેખર એક ગુણ જગતમાં પ્રગટ છે કે, સર્વ દુઃખોથી મુક્ત કરાવનાર એ શુદ્ધધર્મ તેનાથી ઉપાર્જન કરી શકાય છે.”
એ પ્રમાણે વૈરાગ્યથી ભાવિત મનવાળા ભરત મહારાજા શરીરની નિંદા કરીને, રાજ્યલક્ષમીને ત્યાગ કરીને ધીમે ધીમે બાકીના અલંકારે પણ છેડવા લાગ્યા. જેમ જેમ શરીરના અવયથી ભૂષણ ઉતારે છે, તેમ તેમ તે અંગેની શોભા જણાતી નથી, તેથી વિશેષ પ્રકારે વૈરાગ્ય પામ્યા. ત્યાર પછી વૃદ્ધિ પામતા વૈરાગ્યવાળા, સમયે સમયે ઉત્તરોત્તર વધતા વધતા ધ્યાનાતિશયવાળા ભવાંતરના અભ્યાસ વડે પ્રાપ્ત કરેલા શુભ અધ્યવસાય વડે જેમણે ઘણાં કર્મો ખપાવી નાખ્યાં છે, એવા ભરત મહારાજાએ અપૂર્વકરણ કરી ક્ષપકશ્રેણિ માંડી કે તરત તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ઈન્દ્ર મહારાજાએ વેષાદિને સ્વીકાર કરાવ્યું, તથા “આદિત્યયશ” નામના પુત્રને મહાવિભૂતિથી રાજ્યાભિષેક કર્યો. કેવલી ભરત રાજષિ પણ ભવ સુધી ટકનારા ભગ્રાહી કમ ભેગાવીને કર્મક્ષય-લક્ષણ મેલસુખ પામ્યા.
આદિત્યયશ રાજા પણ ભરતરાજાના ચૌદ રત્નના પ્રભાવથી ચક્રવતપણને વ્યપદેશ ન પામવા છતાં પણ સમગ્ર પૃથ્વી ભેળવીને જિનપદેશિત ધર્મનું પાલન કરીને ૪ મહાયશ” નામના પોતાના પુત્રને કુલકમાગત આવેલાં રાજ્ય ઉપર સ્થાપન કરીને સર્વજ્ઞભાવ પામીને સિધ્ધિપદને પામ્યા. મહાયશ રાજા પણ તે જ ક્રમથી રાજ્યનું પાલન કરીને “અતિબલ' નામના પુત્રને રાજ્યાભિષેક કરીને તે જ વિધિથી સિદ્ધિનગરીના પથિક બન્યા. અતિબલ રાજાએ પણ અંતસમયે “ બલભદ્ર’ પુત્રનો રાજ્યાભિષેક કરી પોતાના આત્માનું કાર્ય સાધ્યું. એ જ પ્રમાણે “તેજવીર્ય ', “જવલનવીર્ય, ” “અખુવીર્ય, “સત્યવીર્ય', “મહાવીર્ય” વગેરે રાજાઓએ પણ કુલઝમાગત પૃથ્વીનું પાલન કરીને રાજલક્ષમીને ભેગવટો કરીને છેવટે ભેગેને ત્યાગ કરીને, સર્વ કર્મોને ક્ષય કરીને સિધ્ધ થયા.
–આ પ્રમાણે ચેપન્ન મહાપુરુષચરિતમાં પ્રથમતીર્થકર રાષભસ્વામિનું ચરિત્ર તથા પ્રથમ ચક્રવતી ભરતેશ્વરનું ચરિત્ર પૂર્ણ થયું. [૧-૨]
–આગમેધ્ધારક આ. ભ. શ્રીઆનંદસાગર સૂરીશ્વરજીના પટ્ટધર - શિષ્ય આ. શ્રી હમસાગરસૂરિએ પ્રાકૃત “ચઉપૂન મહાપુરિસ-ચરિય” ને પ્રથમતીર્થકર અને પ્રથમ ચક્રવતીના ચરિત્રને અનુવાદ શ્રી શાંતિનાથ જૈન ઉપાશ્રય, કેટ, મુંબઈમાં સં. ૨૦૨૩ માહ શુદિ પ્રથમ સપ્તમી તા. ૧૭-૨-૬૭ શુકવારે પૂર્ણ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org