________________
ભરત ચક્રવતી ને કેવલજ્ઞાન
૭૫
C
તમારા માર્ગમાં મેક્ષ નથી જ.' તે સાંભળી માંદગીમાં ચાકરી કરાવવાની અભિલાષાવાળા તેણે મિથ્યાત્વ-કમ ઉદયમાં આવેલ હાવાથી વિવેકરહિત બની ભાવી દુઃખ-પરપરાના વિચાર કર્યાં વગર સંસારના લાંખાકાળના કારણ-સ્વરૂપ વચન કહ્યું કે, · હૈ કપિલ ! અહીં પણુ મેાક્ષમાર્ગ છે. ' આ દુર્ભાષિત વચનથી પોતાના આત્માને સંસાર-સાગરમાં વહેવરાવ્યે. ઋષભ ભગવંતનું નિર્વાણ
આ બાજુ ઋષભસ્વામી વિહાર કરતા કરતા, મોહાંધકારને દૂર કરતા, સંશયાને નાશ કરતા, પ્રાણીઓ ઉપર ઉપદેશ દ્વારા ઉપકાર કરતા, એક લાખ પૂર્વમાં એક હજાર વર્ષ ન્યૂન છદ્મસ્થકાળ પસાર થયા પછી ઉત્પન્ન થયેલા દિવ્ય-કેવલજ્ઞાનવાળા ચેત્રીશ અતિશયયુક્ત વિહાર કરતા કરતા અષ્ટાપદ પર્યંત ઉપર ગયા. ત્યાં મહાદિ તેરશના દિવસે દશહજાર સાધુએના પરિવાર સાથે છ ઉપવાસ કરીને મન, વચન અને કાયાના યાગાના નિરેધ કરીને ભવ સુધી રહેનારાં ચાર અઘાતી કમેને ખપાવીને એકાંત સુખમય અચલ અને અનુત્તર સ્થાન પામ્યા. ભરતને કેવલજ્ઞાન
બીજી બાજુ ભરત મહારાજાએ યથેાચિત રાજ્યલક્ષ્મીનું પાલન કરીને, ભાગા ભેગવીને, અષ્ટાપદ પર્વત ઉપર આ ચાવીશીના સ તીર્થંકરોના વર્ણ, માપ પ્રમાણે જિનપ્રતિમાએ કરાવીને, આઠ પગથીયાંથી યુક્ત અષ્ટાપદનું નિર્માણ કરીને ઇન્દ્રે પેાતાના મૂળ શરીરની અંગુલિ ખતાવી હતી, તેના તે સ્થાને ઇન્દ્ર-મહેાત્સવ કર્યાં. કોઇક સમયે ઋષભસ્વામીનુ નિર્વાણુગમન સાંભળીને ઉત્પન્ન થયેલા સંવેગવાળા તે હૃદયની શાંતિ માટે અંતઃપુરની સ્ત્રીએ સાથે સ્નાન કરવા ગયેા. વિવિધ ક્રીડા સાથે સ્નાન કરીને સરોવરનો ત્યાગ કરીને પેાતાના સ અવયવોને દેખવા માટે આદભુવનમાં પ્રવેશ કરીને શરીરના સર્વ અવચવે જોવા લાગ્યા. ધીમે ધીમે નજર કરતાં એક અંગુઠી-મુદ્રિકા પહેરેલ આંગળીમાંથી જડેલું રત્ન સરી પડ્યું. એટલે નશાભતી તેને દેખીને ભરત મહારાજે ચિ ંતવ્યુ, ‘ આ અવયવ ખીજા અવયવોની માક કેમ શેાલતા નથી? એમ ચિતવતા સર્વ આભરણુ–રહિત કેવા દેખાઉં ? ? —એમ વિચારતાં જ માહાંધકાર ઓસરી ગયા. કર્મ-પડલ દૂર થયું. વળી તે વિચારવા લાગ્યા કે - દુર્જન આ શરીર સ્વભાવથી જ સ અશુચિ પ્રધાન આહારથી ઉત્પન્ન થયેલા માંસ, રુધિર, મજ્જા, મૂત્ર, વિષ્ટા વગેરે મળથી ભરેલું છે, તેની શાભાના વિચાર કરવા નિરક છે. બહારના કૃત્રિમ આભૂષણાની શાલાથી જ તે શરીર ાલે છે, તેમાં શંકાને સ્થાન નથી.
ગર્ભાધાનાદિ કારણેા આ શરીરનાં વિચારીએ તો તે સ અનિષ્ટ છે, તેને વૃદ્ધિ પામવાનાં પછીનાં કારણેાની તેા વાત જ શી કરવી ? સ્નાન, સુંદર કિંમતી પદાર્થોનું વિલેપન, સારાં ભાજના, સુકોમળ શય્યા આદિવડે સારી રીતે પાલન કરી ગમે તેટલું સાચવીએ, તે પણુ દુર્ભાગી દુર્જન માફ્ક આ દેહ નાશ પામવાના છે તેમાં સંદેહ નથી. અનિત્ય, હુંમેશાં અશુચિ દુઃખે રાખી શકાય એવા, માંસ અને રુધિરથી ભરેલ એવા આ દેહના ઉપર મમતા રાખવી એ માત્ર કર્મીની પ`ક્તિની વિષમતાને જ આભારી છે. હું જીવ ! મૂત્ર-વિષ્ટાના આધારભૂત, રોગનુ’ ઘર એવા પાપી શરીર માટે તું રાત-દિવસ જોયા વગર હેરાનગતિ ભોગવી રહેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org